Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

અન્ડર-૧૯ વર્લ્ડકપ ભારત-પાકિસ્તાન જંગ શરૂ

આજે જો જીતીશુ તો ૭મી વખત ફાઈનલમાં પહોંચશુઃ પાકિસ્તાને ટોસ જીતી દાવ લીધો : ૫૬/૨

અન્ડર-૧૯ વર્લ્ડકપનો ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમી ફાઈનલ જંગ શરૂ થયો છે : પાકિસ્તાને ટોસ જીતી દાવ લીધો છે : ભારતીય બોલરોએ પાકિસ્તાનની બે વિકેટો ખેડવી નાખી છે : આ લખાય છે ત્યારે ૧૬ ઓવરમાં ૨ વિકેટે ૫૭ રન બનાવ્યા છે : જો આજનો મેચ ભારત જીતી જશે તો અન્ડર-૧૯ વર્લ્ડકપમાં ૭મી વખત ફાઈનલમાં પહોંચનારી ટીમ બનશે : ભારત વર્ષ ૨૦૦૦માં ફાઈનલમાં ચેમ્પિયન બન્યુ હતું : ૨૦૦૬માં ઉપવિજેતા, ૨૦૦૮ અને ૨૦૧૨માં ચેમ્પિયન, ૨૦૧૬માં ઉપવિજેતા અને ૨૦૧૮માં ચેમ્પિયન બન્યુ હતંુ : ભારતીય ટીમ આ મુજબ છે : પ્રિયમ ગર્ગ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, દિવ્યાંશ સકસેના, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), સિદ્ધેશ વીર, અથર્વ અંકોલેકર, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, રવિ બિશ્નોઈ અને આકાશ સિંહ.

(3:55 pm IST)