Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

ભારત-શ્રીલંકા વચ્ચે આવતીકાલે ટી-૨૦ જંગ : સઘન સુરક્ષા

સતત ત્રીજી શ્રેણી જીતવા વિરાટ સેના સંપૂર્ણ તૈયાર : શ્રીલંકાની સામે વિરાટ કોહલીએ ચાર મેચો રમી છે અને ચારેય મેચોમાં અડધી સદી ફટકારી છે : ચાહકો રોમાંચિત

ગુવાહાટી, તા. : ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલથી ટવેન્ટી-૨૦ શ્રેણીની રોમાંચક રૂઆત થઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર છે. હાલની હિંસાને ધ્યાનમાં લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા માટે સૌથી મોટા પડકાર તરીકે છે. શ્રીલંકાની ટીમ વિરાટ કોહલીને સસ્તામાં આઉટ કરવાને લઈને રણનીતિ ઉપર કામ કરી રહી છે. બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ પર જીત મેળવી લીધા બાદ ભારતીય ટીમ નવા વર્ષમાં જીત સાથે રૂઆત કરવા માટે ઈચ્છુક છે. શ્રીલંકા સામે વિરાટ કોહલી સૌથી મુશ્કેલી ઉભી કરી શકે છે. ભારતીય કેપ્ટને શ્રીલંકાની સામે ચાર ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચો રમી છે.

                 રશપ્રદ બાબત છે કે, ચારેય મેચોમાં કોહલીએ અડધી સદી ફટકારી છે. કોહલીએ ચાર મેચમાં એક વખત અણનમ રહીને ૨૮૩ રન બનાવ્યા છે. કોહલીની બેટિંગ સરેરાશ ૯૪.૩૩ રનની રહી છે. કોહલીએ શ્રીલંકાની સામે જે ચાર મેચો રમી છે તે ચારેય મેચો ભારતની બહાર રમાઈ છે. જે પૈકી બે મેચો શ્રીલંકામાં અને બે મેચો બાંગ્લાદેશમાં રમાઈ છે. કોહલીએ પ્રથમ વખત ઘર આંગણે શ્રીલંકા સામે રમાનાર છે. કોહલી અને રોહિત શર્મા વચ્ચે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રનને લઈને જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. બેટિંગની વાત કરવામાં આવે તો બંને ખેલાડી ટોપ ઉપર છે. બંને ખેલાડીઓના નામ ઉપર હાલમાં ૨૬-૩૩ રન છે. કોહલીના નામ ઉપર ૭૫ મેચોમાં ૫૨.૬૬ રનની સરેરાશ સાથે આટલા રન થયા છે. ભારત અને શ્રીલંકા વચ્ચે હજુ સુધી જે મેચો રમાઈ છે તે મેચોમાં નજર કરવામાં આવે તો ભારતીય ટીમ શ્રીલંકા કરતા ખુબ આગળ રહી છે. ભારતીય ટીમે ૧૧ મેચોમાં જીત મેળવી છે.

                રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ભારતે મેચો પૈકી હાલમાં જીત હાસલ કરી છે અને બેમાં તેની હાર થઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક સમયથી વિશ્વ ક્રિકેટમાં સૌથી શક્તિશાળી ટીમ તરીકે ઉભરી આવી છે. ભારતીય ટીમ વિરાટ કોહલીને નેતૃત્વમાં બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝની સામે હાલમાં જીતી ચુકી છે. સતત ત્રીજી શ્રેણી જીતવા માટે ટીમ ઈન્ડિયા તૈયાર દેખાઈ રહી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે મુખ્ય સ્પર્ધા બેટિંગમાં જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેનો ઉપર નજર રહેશે. ગુવાહાટીમાં હાલમાં થયેલી હિંસાને ધ્યાનમાં લઈને સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. કોઈ પણ ઘટના બને તે માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવી ચુક્યા છે.

ભારત-શ્રીલંકા હેડ ટુ હેડ

ગુવાહાટી, તા. : ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલથી ટવેન્ટી-૨૦ શ્રેણીની રોમાંચક રૂઆત થઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર છે. હાલની હિંસાને ધ્યાનમાં લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા માટે સૌથી મોટા પડકાર તરીકે છે.

કુલ મેચો

૧૬

ભારતની જીત

૧૧

શ્રીલંકાની જીત

૦૫

ટાઈ

૦૦

પરિણામ વગરની

૦૦

(8:08 pm IST)