Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ઓસ્‍ટ્રેલિયામાં વિરાટ કોહલીની બેટીંગથી અનુષ્‍કા પ્રભાવિતઃ શરમાતી જોવા મળી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને પતિ વિરાટ કોહલીનો ઉત્સાહ વધારવા માટે અનુષ્કા શર્મા પણ ત્યાં જ છે. અનુષ્કા શર્માની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તે વિરાટ અને ટીમ ઈન્ડિયાને ચિયર કરતી જોવા મળે છે. લાઈટ પિંક રંગના ડ્રેસમાં અનુષ્કા ખૂબ જ સુંદર લાગતી હતી.

…અને અનુષ્કા શરમાઈ ગઈ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક તસવીરમાં અનુષ્કા શરમાતી જોવા મળે છે. લાગે છે કે વિરાટ કોહલીની બેટિંગથી અનુષ્કા ખૂબ પ્રભાવિત થઈ. ઈનિંગમાં કોહલીએ ભલે 23 રન બનાવ્યા પરંતુ આ દરમિયાન વિરાટ સૌથી ઝડપી 19,000 ઈન્ટરનેશનલ રન બનાવનાર ક્રિકેટર બન્યો. વિરાટે આ મામલે સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો.

વિરાટના પિંક ગ્લવ્સ

આ સિવાય મેક્ગ્રા ફાઉન્ડેશનના સપોર્ટમાં વિરાટે બેટ પર પિંક રંગનું સ્ટીકર અને પિંક ગ્લવ્સ પહેરીને બેટિંગ કરી. જેના માટે કેપ્ટન કોહલીની ખૂબ વાહવાહી પણ થઈ.

વિરુષ્કાનું શોપિંગ

આ પહેલા અનુષ્કા વિરાટ સાથે શોપિંગ કરતી પણ જોવા મળી. વિરાટ એક હાથમાં કૅરી બેગ લઈને જતો જોવા મળે છે.

મૉલમાંથી ખરીદ્યો સામાન

તો બીજી તસવીરમાં મૉલમાંથી સામાન ખરીદતો દેખાયો. એક તસવીરમાં વિરાટ સાથે અનુષ્કા પણ જોવા મળે છે.

ન્યૂ યર સિડનીમાં સેલિબ્રેટ કર્યું

વિરાટ અને અનુષ્કા સિડનીમાં એકબીજાના હાથમાં હાથ પરોવીને ફરતા હોય તેવી તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે પતિ સાથે ન્યૂ યર સેલિબ્રેટ કર્યા બાદ હવે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.

પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો પ્લાન

જણાવી દઈએ કે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ સીરીઝ રમી રહ્યું છે. એટલે જ અનુષ્કાએ ન્યૂ યર ઓસ્ટ્રેલિયામાં સેલિબ્રેટ કરવાનો નિર્ણય કર્યો.

(5:15 pm IST)