Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

લક્ષ્ય સેનને અસ્મિતા ચાલિહા જીત્યા તાતા ઓપન બેડમિન્ટન ટાઈટલ

યુવા ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને ગયા મહિને વર્લ્ડ જુનિયર ફાઈનલમાં મળેલી હારનો બદલો લેતા થાઈલેન્ડના કુનલાવત વિતિદસાર્નને હરાવીને મુંબઈમાં આયોજીત તાતા ઓપન ઈન્ડિયા ઈન્ટરનેશનલ ચેલેન્જ ટાઈટલ જીતી લીધુ હતું. ગયા મહિને વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં હારનાર લક્ષ્ય અને થાઈલેન્ડના ખેલાડીને ક્રિકેટ કલબ ઓફ ઈન્ડિયાની કોર્ટમાં રમાયેલી એકતરફી ફાઈનલમાં માત્ર ૩૫ મિનિટના ૨૧-૧૫, ૨૧-૧૦થી હરાવ્યો હતો. વિમેન્સ સિંગલ્સ ફાઈનલમાં અસ્મિતા ચાલિહાએ રૂષાલી ગુમાદીને ૩૦ મિનિટમાં ૨૧-૧૬, ૨૧-૧૩થી હરાવી હતી. વિશ્વના ૯૧ નંબરના ખેલાડી લક્ષ્ય સેને જીત બાદ કહ્યુ હતું કે, હું તેની રમતનો જાણતો હતો એથી હું તૈયાર હતો. આ ખૂબ જ સારો અનુભવ છે.

અસ્મિતાએ પણ જીત બાદ કહ્યું હતું કે હું તેની સામે અગાઉ ત્રણ - ચાર વખત હારી ચૂકી છું. પહેલી વખત મેં તેને હરાવી છે અને એ પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં.

(4:21 pm IST)