Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

યુથ ઓલિમ્પિકસમાં મનુ ભાકર હશે ભારતીય ટીમની ધ્વજવાહક

આગામી ૬ ઓકટોબરથી ૧૮ ઓકટોબર વચ્ચે આજર્િેન્ટનાના ડ્યુનસ આયરસમાં રમાનારા ત્રીજા યુથ ઓલમ્પિક ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ૧૬ વર્ષની હરિયાણાની શૂટર મનુ ભાકર ધ્વજવાહક હશે. સોમવારે ખેલાડીઓના વિદાય સમારંભમાં ઇન્ડિયન ઓલિમ્પિકસ અસોસિએશનના અધ્યક્ષ નરિદ્ર બત્રાએ એની ઘોષણા કરી હતી. મનુએ કહ્યું હતું કે આ મારા માટે મોટું સન્માન છે. મેં કયારેય ભારતીય પ્રતિનિધિમંડળના ધ્વજવાહક બનવાનું વિચાર્યું નહોતું. ગઈ કાલે ૬૮ સભ્યો આજર્િેન્ટના રવાના થયા હતા જેમાં ૪૬ ખેલાડીઓ સામેલ છે, જે ૧૩ રમતોમાં ભાગ લેશે. મનુ ભાકરે વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સની ૧૦ મીટર એર-પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

(4:13 pm IST)