Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

અંડર-19 ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપની સેમિફાઇનલમાં

નવી દિલ્હી:બાંગ્લાદેશમાં ચાલી રહેલા અંડર-૧૯ એશિયા કપમાં ભારતે જીતનો સિલસિલો જારી રાખતાં અફઘાનિસ્તાનને ૫૧ રનથી હરાવ્યું હતુ. સાથે ભારતે ગૂ્રપ-એમાં ટોચનું સ્થાન હાંસલ કરીને સેમિ ફાઈનલમાં ક્વોલિફાયલીધું છે. ભારતની જીતમાં અમદાવાદના સિદ્ધાર્થ દેસાઈએ મહત્વની ભૂમિકા ભજવતા ચાર વિકેટ ઝડપી હતી. સાથે સિદ્ધાર્થની ત્રણ મેચમાં કુલ ૧૩ વિકેટ થઈ ગઈ છે. અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતની જીતમાં ઓપનર યશશ્વી જયસ્વાલે પણ ૯૨ રનનું યોદગાન આપ્યું હતુસળંગ ત્રીજી જીત સાથે ભારતે ગૂ્રપ-એમાં ટોચની ટીમ તરીકે સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તારીખ ઓક્ટોબરને ગુરુવારના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેમિ ફાઇનલ રમાશે. જ્યારે અફઘાનિસ્તાન પણ બીજી ટીમ તરીકે નોકઆઉટમાં પ્રવેશ્યું હતુ. હવે તેઓ તારીખ પાંચમી ઓક્ટોબરને શુક્રવારે શ્રીલંકા સામે સેમિ ફાઈનલમાં રમશેઅફઘાનિસ્તાન સામેની આખરી ગૂ્રપ મેચમાં ટોસ જીતીને ભારતે બેટીંગ પસંદ કરી હતી. યશશ્વી જયસ્વાલે ૯૩ બોલમાં ૧૩ ચોગ્ગા અને છગ્ગા સાથે ૯૨ રન ફટકાર્યા હતા. જ્યારે મીડલ ઓર્ડરમાં બાડોનીએ ૬૬ બોલમાં ચોગ્ગા અને છગ્ગા સાથે ૬૫ રન કરતાં ભારતના સ્કોરને ૨૨૧ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓમરઝાઈ અને કાઈસ અહમદે - વિકેટ ઝડપી હતીજીતવા માટેના ૨૨૨ના ટાર્ગેટ સામે અફઘાનિસ્તાન ૪૫. ઓવરમાં ૧૭૦માં ખખડયું હતુ. અમદાવાદના સ્પિનર સિદ્ધાર્થ દેસાઈએ ચાર બેટસમેનોને આઉટ કર્યા હતા. જ્યારે હર્ષ ત્યાગીને ત્રણ અને સમીર ચૌધરીને બે વિકેટ મળી હતી. અફઘાનિસ્તાન તરફથી રિયાઝ હુસૈને ૪૭ રન કર્યા હતા

(3:48 pm IST)