Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

શાહરૂખે ફિલ્મી કોચ કબીર ખાન બનીને કરી ટ્વીટ

નવી દિલ્હીઃ ઓલમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક વિજય મેળવ્યો. આ સાથે જ ભારતીય હોકી ટીમ સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. આ જીત સમગ્ર દેશ માટે ઈમોશનલ ક્ષણ હતી. ઘણી આંખમાંથી આંસુ આવી ગયા અને ઘણા ખુશીનો ઉત્સવ હજુ ઉજવી રહ્યા છે.   વિજય સાથે જ દરેકે હોકી ટીમને શુભેચ્છાઓ પાઠવી. બોલીવૂડ સ્ટાર્સે પણ તેમનો ઉમંગ જાહેર કર્યો. આ શાનદાર જીતના વખાણમાં ઘણા લોકો 'ચક દે' જેવા શબ્દો લખી રહ્યા હતા. અને એ ફિલ્મમાં પણ દર્શાવવામાં આવેલી ક્ષણોને યાદ કરી રહ્યા હતા. અને આ કારણે ચક દે ટ્રેન્ડ માં આવી ગયું.

  એટલું જ નહીં, આ શાનદાર જીત બાદ શાહરૂખ ખાન  અને કોચ કબીર ખાન પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યા છે.  કબીર ખાન એ ફિલ્મ ચક દે ઇન્ડિયા ફિલ્મના કોચનું નામ હતું. જેમાં શાહરૂખે કોચનું પાત્ર ભજવ્યું હતું.

(3:03 pm IST)