Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

અમેરિકાની ફૂટબોલ ટીમની ઇટાલિયન ટીમે આપી માત

નવી દિલ્હી: ઈટાલીયન કલબ યુવેન્ટસે -૩થી પેનલ્ટી શૂટઆઉટમાં અમેરિકન ફૂટબોલ લીગની ઓલ સ્ટાર ટીમને પરાજય આપ્યો હતો. ૭૩ હજારથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં ખેલાયેલો મુકાબલો નિર્ધારિત સમય બાદ -૧થી બરોબરી પર રહ્યો હતો, જે પછી ફ્રી થ્રોની મદદથી વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં યુવેન્ટસે બાજી મારી હતી. ૨૧ વર્ષના એન્ડ્રેયા ફાવીલીએ ફટકારેલા ગોલને સહારે ઈટાલીયન કલબે સરસાઈ મેળવી હતી. જોકે ઘરઆંગણાના ચાહકોની વચ્ચે રમી રહેલા મેજર લીગ સોકરના ફૂટબોલરોએ પણ જબરજસ્ત વળતો હૂમલો કર્યો હતો. ઓલ સ્ટાર ટીમ તરફથી જોસેફ માર્ટિનેઝે ગોલ ફટકારીને ટીમને -૧થી બરોબરી અપાવી હતી. પછી પેનલ્ટી શૂટઆઉટમાં યુવેન્ટસનો રેકોર્ડ પરફેક્ટ રહ્યો હતો. જોકે અમેરિકાની ઓલ સ્ટાર ટીમનો બ્રાડલી રાઈટ-ફિલીપ પેનલ્ટીને ગોલમાં ફેરવી શક્યો નહતો અને કારણે યુવેન્ટસ હારી ગયું હતુ.

 

(5:25 pm IST)