Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

સાન હોઝે ટુર્નામેન્ટમાંથી ઈજાના કારણે કિર્ગીઓસ નામ પાછું ખેંચ્યું

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાનો યુવા ટેનિસ સ્ટાર કિર્ગીઓસ કમરની ઈજાના કારણે સાન હોઝે ટુર્નામેન્ટમાંથી ખસી ગયો છે. તેની સાથે સાથે સ્પેનિશ ટેનિસ ખેલાડી ગાર્બિન મુગુરુઝાએ ઈજાના કારણે સાન હોઝે ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની જાહેરાત કરી દીધી છેકિર્ગીઓસ હવે યુએસ ઓપનમાં ભાગ લેશે કે નહિ તે અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. ગત સપ્તાહે એટલાન્ટા ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં તેને ઈજા થઈ હતી અને તે ખસી ગયો હતો.
હવે તેણે વોશિંગ્ટનમાં ચાલી રહેલી ટુર્નામેન્ટમાંથી પણ છેક છેલ્લી ઘડીએ નામ પાછું ખેંચી લીધું છે. જેના કારણે ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. દરમિયાનમાં મુગુરુઝાએ કહ્યું કે, મારા જમણા હાથમાં કેટલાક સમયથી દુ:ખાવો હતો. જોકે મને અહીની પ્રથમ મેચ અગાઉ ફિટનેસ મેળવવાની આશા હતી.
અલબત્ત, મારી હાલતમાં હજુ સુધારો થયો નથી, જેના કારણે હું સાન હોઝેમાં રમવાની નથી. આશા રાખું છું કે, આવતા સપ્તાહની ટુર્નામેન્ટ અગાઉ હું ફિટનેસ મેળવી લઈશ. મુગુરુઝાને વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડયો હતો. જે પછી તેણે અમેરિકન હાર્ડ કોર્ટ પર સફળતા મેળવવા માટે સાન હોઝેમાં રમવાનું નક્કી કર્યું હતુ.યુએસ ઓપન ગ્રાન્ડ સ્લેમ હવે નજીક આવી ચૂકીછે, ત્યારે મુગુરૃઝાએ ઝડપથી ફિટનેસ મેળવવી પડશે. મુગુરુઝા ગત વર્ષે સાન હોઝેની સેમિ ફાઈનલમાં પ્રવેશી હતી અને ત્યાં અમેરિકાની મેડિસન કી સામે હારી હતી.

(5:24 pm IST)