Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ટોકયો ઓલમ્પીકમાં પહેલી વખત સ્કેટબોર્ડીગ સામેલ થયુઃ અમેરીકામાં સૌથી લોકપ્રિય રમત

સ્પીડ અને રોમાંચથી ભરપુર ખેલ છે સ્કેટબોર્ડીગ. ર૩ જુલાઇથી ટોકયોમાં શરૂ થઇ રહેલા ઓલમ્પીક ખેલોમાં સ્કેટબોર્ડીગ ઇવેન્ટને પહેલી વખત સામેલ કરવામાં આવી છે. અમેરીકામાં તો તેની લોકપ્રિયતા આસમાને છે. બેઝબોલને પણ તેણે પાછળ રાખી દીધી છે. જો કે એક સમય હતો જયારે અમેરીકામાં સ્કેટીંગ બોર્ડ ઉપર પ્રતિબંધ લાદવાની માંગણી ઉઠી હતી.

*  ૪૦ના દશકમાં અમેરીકાના કેલીફોર્નીયામાં થઇ હતી શરૂઆત

*  ૧૮ થી ઓછી ઉંમરના અમેરીકી બાળકોમાં બેહદ લોકપ્રિય છે આ રમત

*  ૧૦.૬ મીલીયન બાળકો અમેરીકામાં સ્કેટબોર્ડીગ  કરે છે. ૮.ર મીલીયન ખેલાડીઓ  બેઝબોલ રમે છે. પહેલા આ રમત સૌથી લોકપ્રિય હતી હવે સ્કેટબોર્ડીગ છે.

*  ર૦૧૯માં ૧પ૦ મીલીયન ડોલરની આ રમતની માર્કેટ વેલ્યુ હતી.

*  કુલ ૪ સ્પર્ધા :  ટોકયો ઓલમ્પીકમાં પુરૂષ અને મહિલા વર્ગમાં સ્કેટબોર્ડીગની કુલ ૪ સ્પર્ધા હશે. દરેકમાં ર૦ એથ્લીક ભાગ લેશે. આમાથી ૩ એથ્લીટ વિશ્વ ચેમ્પીયનશીપમાંથી જયારે ૧૬ વિશ્વ રેન્કીંગથી કવોલીફાય કરશે. જયારે એક મેજબાન દેશ જાપાનનો હશે.

*  બેન કરવાની માંગ ઉઠી હતી. સ્કેટબોર્ડીગ જોખમ ભરેલી રમત છે. અમેરીકામાં યોગ્ય સુવિધા ન હોવાના કારણે પાર્ક, સડકો અને ગલીઓમાં યુવાનો સ્કેટબોર્ડીગ કરતા રહેતા હતા. તંત્રએ આ કારણોસર રમત ઉપર પ્રતિબંધ લાદવાની માંગણી કરી હતી.

(2:57 pm IST)