Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

જયારે વિન્ડીઝ ટીમના બે મહિલા ખેલાડી મેદાન ઉપર જ ઢળી પડયા

વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચેના ટી-૨૦ મહિલા ક્રિકેટ મેચમાં વિન્ડીઝ ટીમના બે મહિલા ક્રિકેટરો મેદાન ઉપર જ બેભાન થઈ ગયા હતા. શિનેલ હેનરી અને ચેડીયન નેશન નામના આ ખેલાડીઓને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. વિન્ડીઝે આ મેચ પાકિસ્તાનને ૭ રનથી હરાવી જીતી લીધો હતો.

(2:56 pm IST)