Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ફિફા વર્લ્ડકપ :સ્વિત્ઝર્લેન્ડને 1-0થી હરાવી સ્વીડન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું

24 વર્ષ બાદ સ્વીડન ક્વાર્ટર ફાઇનલમાં :ટીમમાં સામેલ પ્રત્યેક ખેલાડી પ્રથમવાર ક્વાર્ટર ફાઇનલમાં રમશે.

 

સેન્ટ પીટર્સબર્ગઃ ફિફા વર્લ્ડકપમાં સ્વીડને અત્યંત રોમાંચક મેચમાં સ્વિટ્ઝરલેન્ડને 1-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે  સ્વીડને 24 વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું છે વર્ષ 1994ના ફીફા વર્લ્ડ કપમાં સ્વીડનની ટીમ ત્રીજા સ્થાને રહી હતી સ્વીડનની હાલની ટીમમાં સામેલ પ્રત્યેક ખેલાડી પ્રથમવાર ફીફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં રમશે

  સેન્ટ પીટર્સબર્ગમાં રમાયેલી રોમાંચક મેચમાં બંન્ને ટીમોના ડિફેન્સનું પ્રદર્શન શાનદાર રહ્યું. પ્રથમ હાફમાં બંન્ને ટીમને કેટલિક તક મળી પરંતુ સફળતા મળી. હાફ ટાઇમ સુધી મેચ 0-0ની બરોબરી પર રહ્યો. ત્યારબાદ બીજા હાફમાં બંન્ને ટીમોએ ઝડપ વધારી અને સફળતા સ્વીડનને 66મી મિનિટે મળી

  એમિલ ફોર્સબર્ગે 66મી મિનિટમાં ગોલ કરીને સ્વીડનને લીડ અપાવી જે નિર્ણાયક સાબિત થઈ. એક્સ્ટ્રા ટાઇમમાં સ્વિસ પ્લેયર માઇકલ લૈંગે સ્વીડનના માર્ટિન ઓલ્સનને ધક્કો માર્યો અને પેનલ્ટીને લઈને VAR (વીડિયો આસિસ્ટેન્ટ રેફરી)ની મદદ લેવામાં આવી. તેમાં ફ્રી કિક સ્વીડનને મળી જેને ગોલમાં ફેરવી શક્યા અને સ્વિટ્ઝરલેન્ડને હારનો સામનો કરવો પડ્યો.

(11:53 pm IST)