Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

વર્લ્ડકપ બાદ આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચર્ડ્સન પદ છોડશે

તેઓ પોતાના કાર્યકાળને આગળ વધારવા માંગતા નથી. આઇસીસીને કરી જાણ

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ પુષ્ટિ કરી કે આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચર્ડ્સન ઈંગ્લેન્ડમાં યોજાનાર 2019ના વિશ્વ કપ બાદ પોતાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પદ છોડશે રિચર્ડસને પહેલા જ આઈસીસીને જાણ કરી દીધી કે તેઓ પોતાના કાર્યકાળને આગળ વધારવા માંગતા નથી. 

  સાઉથ આફ્રિકાના પૂર્વ વિકેટકીપર રિચર્ડ્સન આઈસીસી સાથે 2002માં જનરલ મેનેજર (ક્રિકેટ સંચાલન)ના પદ પર જોડાયા હતા અને 2012માં હારૂન લોગર્ટના હટ્યા બાદ સીઈઓ બન્યા. તે જાણ થઈ કે રિચર્ડસનના સંભવિત ઉત્તરાધિકારી માટે જલ્દી વૈશ્વિક ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

(11:26 pm IST)