Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ફિન્ચના ૧૬ ચોગ્ગા અને ૧૦ છગ્ગા સાથે તોફાની ૧૭૨ રન

ટ્વેન્ટી ક્રિકેટમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો : ત્રિકોણીય શ્રેણીની મેચમાં ઝિમ્બાબ્વે ઉપર ઓસ્ટ્રેલિયાની ૧૦૦ રને જીત : ૨૨૯ સામે ૧૨૯માં ઓલઆઉટ થયું

હરારે,તા. ૩ : હરારે ખાતે રમાયેલી ત્રિકોણીય શ્રેણીની એક મેચમાં આજે ઓસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્બે પર જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ ૧૦૦ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ૨૦ ઓવરમાં બે વિકેટે ૨૨૯ રન કર્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૨૯ રન કરી શકી હતી. આજની રમતની મુખ્ય વિશેષતા ઓસ્ટ્રેલિયાના ધરખમ ખેલાડી એરોન ફિન્ચની ઝંઝાવતી સદી રહી હતી. ફિન્ચે ૭૬ બોલમાં ૧૬ ચોગ્ગા અને ૧૦ છગ્ગા સાથે ૧૭૨ રન કર્યા હતા. આની સાથે જ ટ્વેન્ટી ક્રિકેટની સૌથી લાંબી ઇનિગ્સ રમી હતી. ફિન્ચે આજે પોતાનો જ રેકોર્ડ તોડ્યોહતો. ફિન્ચે ઇતિહાસ રચ્યો હતો. તે પહેલા ફિન્ચે ઇંગ્લેન્ડની સામે માત્ર ૬૩ બોલમાં ૧૫૬ રનની ઇનિગ્સ રમી હતી. આ મેચ સાઉથમ્પટન ખાતે રમાઇ હતી. જેમાં ૨૯મી ઓગષ્ટ ૨૦૧૩ના દિવસે તોફાની ઇનિગ્સ રમી હતી. હરારે મેદાન ખાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ઓસ્ટ્રેલિયાએ કર્યો હતો. તે પહેલા ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન પર પણ જીત મેળવી હતી. અગાઉ હરારે ખાતે શરૂ થયેલી ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન ઉપર એક તરફી મેચમાં સરળરીતે જીત મેળવી હતી. ૫૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૧૬ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટેનલેકે ચાર ઓવરમાં ૮ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ મેચમાં તેની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જીતવા માટેના ૧૧૭ રન ઓસ્ટ્રેલિયાએ ૧૦.૫ ઓવરમાં બનાવી લીધા હતા. પાકિસ્તાન સામે પણ  ફિન્ચે ૩૩ બોલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી અણનમ ૬૮ રન બનાવ્યા હતા આ ત્રિકોણીય શ્રેણીમાં ત્રીજી ટીમ તરીકે યજમાન ઝિમ્બાબ્વેની ટીમ છે.

ફિન્ચની તોફાની બેટિંગ

        હરારે, તા. ૩ : હરારે ખાતે રમાયેલી ત્રિકોણીય શ્રેણીની એક મેચમાં આજે ઓસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્બે પર જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ ૧૦૦ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ૨૦ ઓવરમાં બે વિકેટે ૨૨૯ રન કર્યા હતા. ફિન્ચની ઝંઝાવતી બેટિંગ નીચે મુજબ રહી હતી.

રન................................................................ ૧૭૨

બોલ................................................................ ૭૬

ચોગ્ગા.............................................................. ૧૬

છગ્ગા............................................................... ૧૦

સ્ટ્રાઇકરેટ................................................. ૨૨૬.૩૧

ટ્વેન્ટી : હાઈએસ્ટ સ્કોર

        હરારે, તા. ૩ : હરારે ખાતે રમાયેલી ત્રિકોણીય શ્રેણીની એક મેચમાં ફિન્ચે નવો રેકોર્ડ સર્જ્યો હતો. તે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર કરનાર ખેલાડી બની ગયો હતો. ટ્વેન્ટી ક્રિકેટમાં હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર નીચે મુજબ છે.

*   ત્રીજી જુલાઈ ૨૦૧૮ના દિવસે હારારેમાં ઝિમ્બાબ્વે સામે ઓસ્ટ્રેલિયાના ફિન્ચના ૧૭૨ રન

*   છઠ્ઠી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે શ્રીલંકામાં ઓસ્ટ્રેલિયાના મેક્સવેલના ૧૪૫ રન

*   ૨૧મી સપ્ટેમ્બર ૨૦૧૨ના દિવસે શ્રીલંકામાં બાંગ્લાદેશ સામે ન્યુઝીલેન્ડના મેક્કુલમના ૧૨૩ રન

*   ૨૭મી ઓગસ્ટ ૨૦૧૬ના દિવસે વિન્ડિઝમાં ભારતના કેએલ રાહુલના ૧૧૦ રન

*   ૨૯મી ઓક્ટોબર ૨૦૧૭ના દિવસે બાંગ્લાદેશ સામે આફ્રિકાના ડેવિડ મિલરના ૧૦૧ રન

હરારે સ્કોરબોર્ડ

ઓસ્ટ્રેલિયા ઈનિંગ્સ :

ફિન્ચ             હિટવિકેટ બો. મુઝારાબાની ૧૭૨

શોર્ટ               કો. મુર બો. મુઝારાબાની   ૪૬

મેક્સવેલ          અણનમ                    ૦૦

સ્ટેનોઇસ          અણનમ                    ૦૧

વધારાના                                     ૧૦

કુલ               (૨૦ ઓવરમાં ૨ વિકેટે)  ૨૨૯

પતન : ૧-૨૨૩, ૨-૨૨૮.

બોલિંગ : ન્યુમ્બુ : ૩-૦-૪૪-૦, મુઝારાબાની : ૪-૦-૩૮-૨, મોફુ : ૪-૦-૫૩-૦, ચિસોરો : ૪-૦-૧૯-૦, બર્લ : ૨-૦-૩૦-૦, ચિભાભા : ૨-૦-૧૯-૦, માયર : ૧-૦-૨૧-૦

ઝિમ્બાબ્વે ઈનિંગ્સ :

ચિભાભા

કો. પેરી બો. રિચર્ડસન

૧૮

માયર

કો. સ્ટેનોઇસ બો. સ્ટેનલેક

૨૮

એસ. મત્કાત્ઝા

સ્ટ. પૈરી બો. અગર

૧૨

કે. મત્કાત્ઝા

એલબી. બો. અગર

૧૦

મુર

કો. એન્ડ બો. ટાઈ

૧૯

ચિગુમ્બુરા

કો. સોર્ટ બો. ટાઈ

૦૭

બર્લ

કો. રિચર્ડસન બો. ટાઈ

૧૦

ચિસોરો

કો. અગર બો. મેક્સવેલ

૦૬

મોફુ

કો. શોર્ટ બો. સ્ટેનોઇસ

૦૩

મુઝારાબાની

અણનમ

૦૧

નિયુમ્બુ

અણનમ

૦૬

વધારાના

 

૦૯

કુલ

(૨૦ ઓવરમાં ૯ વિકેટે )

૧૨૯

પતન  : ૧-૪૨, ૨-૫૭, ૩-૭૧, ૪-૯૦, ૫-૯૭, ૬-૧૦૧, ૭-૧૦૮, ૮-૧૨૧, ૯-૧૨૨.

બોલિંગ : સ્ટેનલેક : ૩-૦-૩૯-૧, રિચર્ડસન : ૪-૦-૨૩-૧, અગર : ૪-૦-૧૬-૨, શોર્ટ : ૨-૦-૨૦-૦, ટાઈ : ૪-૧-૧૨-૩, મેક્સવેલ : ૧-૦-૭-૧ સ્ટેનોઇસ : ૨-૦-૧૧-૧

(7:51 pm IST)