Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

એરોન ફિન્ચે ટી 20માં સૌથી મોટી ઈનિંગ રમવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાન ટી 20 ટીમના કેપ્ટન અને ઓપનર એરોન ફિન્ચે ટી 20માં સૌથી મોટી ઈનિંગ રમવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ફિન્ચે ઝિમ્બાબ્વે સામે રમાયેલી ટી 20 મેચમાં માત્ર 76 બોલમાં 172 રનની ધુંઆધાર ઈનિંગ રમી હતી. ટી 20માં આટલી મોટી ઈનિંગ કોઈ રમ્યુ નથી. પહેલા ફિન્ચે ઈંગ્લેન્ડ સામે 63 બોલમાં 156 રન ફટકાર્યા હતા. મેચ 2013માં રમાઈ હતી. હાલમાં ઝિમ્બાબ્વેમાં ટ્રાઈ સિરિઝ રમાઈ રહી છે.જેમાં ત્રીજી ટીમ પાકિસ્તાન છે. સિરિઝના ભાગરુપે ઝિમ્બાબ્વેની સામે હરારે ક્રિકેટ ક્લબ પર રમાયેલી ટી 20 વનડેમાં ઓસ્ટ્રેલિયા ટોસ હારીને પહેલા બેટિંગ કરવા માટે ઉતર્યુ હતુ. જોકે બંને ઓપનરોએ તોફાની બેટિંગ કરીને 19.2 ઓવરમાં 223 રનની પાર્ટનરશીપ કરી હતી.જોકે તેમાં અન્ય ઓપનર ડીઆર્શી શોર્ટના તો માત્ર 46 રન હતા. જ્યારે ફિન્ચે 22 બોલમાં હાફ સેન્ચુરી અને 50 બોલમાં સેન્ચૂરી પુરી કહી હતી. પછી તો ફિન્ચ વધારે ખતરનાક બન્યો હતો.તેણે 69 બોલમાં 150 રન પુરા કર્યા હતા.19મી ઓવરમાં હિટ વિકેટથી ફિ્ંન્ચ આઉટ થયો.

(5:31 pm IST)