Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

શ્રીજેશને મળ્યું સર્વશ્રેષ્ઠ ગોલકીપરનો એવૉર્ડ

નવી દિલ્હી: ભરતીય કપ્તાન અને ગોલકીપર પીઆર હરિજેશને ચેમ્પિયન્સ ટ્રોફીના 37માં અને અંતિમ સીઝનમાં સર્વશ્રેષ્ઠ ગોલકીપરનો એવૉર્ડ મળ્યો છે.

ભારતે રવિવારે રમાયેલ મેચમાં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે પેનલ્ટી શૂટઆઉટમાં 1-3થી હારનો સામનો કરવો પડ્યો તથા સતત બીજી વખત રજત પદકથી સંતોષ માનવો પડ્યો છે.

શૂટઆઉટમાં શ્રીજેશ ઓસ્ટ્રેલિયાના એરણ ઝાલેવ્સ્કી અને ડેનિયલ બિલના પ્રયાસોને રોકવામાં સફળ ન રહ્યો પણ ટુર્નામેન્ટમાં તેનું શાનદાર પ્રદર્શન હોવાના લીધે તેને ગોલકીપર માટે સર્વશ્રેષ્ઠ જાહેર કરવામાં આવ્યો છે.

(5:30 pm IST)