Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

મહિલા ટેનિસ સંઘની રેન્કિંગમાં હાલેપ પહેલા સ્થાન પર

નવી દિલ્હી: રોમાનિયાની દિગ્ગ્જ ટેનિસ ખેલાડી સિમોના હાલેપ મહિલા ટેનિસ સંઘની રેન્કિંગમાં પહેલા સ્થાન પર છે જયારે આ યાદીમાં ગણરાજ્યની ખેલાડી પેટ્રા કવિતોવાએ એક સ્થાનમાં વધારો કરીને 7માં સ્થાન પર પહોંચી ગઈ છે. ડેન્માર્કની કેરોલિના વોઝનિયાકી બીજા સ્થાન પર અને વીમ્બડનની તાજેતરની વિજેતા સ્પેનની ગાર્ર્બીને મુગુરુજ ત્રીજા સ્થાન પર છે. અમેરિકાની સ્લોઆને સ્ટીફન્સ ચોથા અને યુક્રેનની એલીના સ્વીટાલીનાં પાંચ સ્થાન પર તથા છઠા સ્થાન પર ફ્રાન્સની કેરોલિના ગરસિયાનો સમાવેશ થાય છે.

(5:29 pm IST)