Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

નકલી નીકળી ક્રિકેટર હરમનપ્રિત કૌરની ડિગ્રી:ગુમાવી શકે છે ડીએસપીનું પદ

નવી દિલ્હી: ભારતીય મહિલા ટી-20 ક્રિકેટ ટીમની કપ્તાન તથા અર્જુન એવોર્ડથી સન્માનિત હરમનપ્રિત કૌરને પંજાબ પોલીસમાંથી ડીએસપી પદ પરથી હાથ ધોવો પડશે  તેવું લાગી રહ્યું છે. પોલીસ વેરીફીકેશનમાં તેની સ્નાતકની ડિગ્રી નકલી હોવાનું બહાર આવ્યું છે. પંજાબના મોગા જિલ્લાની રહેવાસી હરમનપ્રીતે પંજાબ પોલીસમાં 1 માર્ચના ડીએસપી તરીકે જોઈન્ટ કર્યું હતું. પણ પંજાબ પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે તેને જમા કરાવેલ પ્રમાણપત્ર સાચા નથી. આ કારણોસર પંજાબ પોલીસે મુખ્યમંત્રી અમરેન્દ્ર સિંહે પાત્ર લખીને જાણ કરી છે. જયારે બીજી તરફ તેના પિતાએ કહ્યું કે મારી પુત્રી 12માં સુદીનો અભ્યાસ મોગામાં કર્યો અને ત્યાર પછી તેની ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઇ અને ત્યાર પછી તેને આગળનો અભ્યાસ દિલ્હી તથા મેરઠમાં કર્યો છે અને મારી પુત્રી હરમનપ્રીતે ડિગ્રી સાચી હોવાનું જણાવ્યું છે તેના દ્વારા જ તેને રેલવેમાં તેને નોકરી મળી હતી,

(5:30 pm IST)