Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

રશિયાના મોસ્કોમાં રસ્તા પર મળ્યું શંકાસ્પદ બેગ: પોલીસે આખો વિસ્તાર કર્યો સીલ

નવી દિલ્હી: મોસ્કો પોલીસ માટે ક્રેમલિન પાસે રસ્તા પર એક શંકાસ્પદ બેગ મળી આવતા મુશ્કેલી ઉભી થઇ છે અને પોલીસે આજુબાજુનો તમામ વિસ્તાર સીલ કરી દઈને તપાસ હાથ ધરી છે. ફિફા વિશ્વ કપની મેજબાની કરી રહેલ રશિયાના મોસ્કોમાં અત્યારના સમયે ફૂટબોલ ચાહહકોની સન્ખ્ય વધુ જોવા મળી રહી છે.મળતી માહિતી અનુસાર નિકોલસકયા માં એક દુકાનની બહાર એક મોટી કાળા રંગની શંકાસ્પદ બેગ મળી હતી જેનું સૂચના મળતા જ પોલીસ દ્વારા કૂતરાની ટીમ સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી પણ હજુ સુધી કોઈ સુરાગ હાથ લાગ્યો નથી.

(5:28 pm IST)