Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

બોલ ટેમ્પરીંગ માટે થાય કડક સજા : ડુપ્લેસી

સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન ફેફ ડુ પ્લેસીએ આઈસીસીને બોલ ટેમ્પરીંગને મામલે આખરી સજા આપવાની માંગણી કરી છે. ડુપ્લેસીએ કહ્યું હતું કે બોલ સાથે ચેડા કરવાની ઘટનાઓ ઘણી વખત બની રહી છે. આવી પરિસ્થિતિમાં ઝડપથી પગલા ભરવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સ્ટીવન સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરન બેનક્રોફટ બાદ હવે શ્રીલંકાની ક્રિકેટ ટીમના કેપ્ટન દિનેશ ચંદીમલ પણ આ મામલે ફસાયો છે. ડુપ્લેસી પણ આ મામલે ૨૦૧૩માં યુનાઈટેડ આરબ એમીરેટ્સમાં અને ૨૦૧૬માં ઓસ્ટ્રેલિયામાં આ મામલે ફસાયો હતો. તેણે કહ્યું હતું કે નિયમ અને અન્ય તમામ વસ્તુઓ એવી જ છે એથી એમાં ઝડપથી ફેરફાર કરવો જોઈએ. (૩૭.૧)

(3:57 pm IST)