Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

દરેક બોલ ને દરેક સેશન જીતવા માગું છું : કોહલી

આજથી ઈંગ્લેન્ડ સામે શરૂ થનારી ત્રણ ટી-૨૦ મેચોની સિરીઝની પહેલી મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે હરીફો સામે અમારી ટીમ દરેક બોલ અને સેશન જીતવા માગે છે. આ પ્રવાસમાં અમે કઈ રીતે ક્રિકેટ રમીએ છીએ એ નક્કી થશે. શું પરિણામ આવશે એની કોઈને ખબર નથી, પરંતુ અમે દરેક બોલ અને સેશન જીતવા માગીએ છીએ. જો આ લાંબા પ્રવાસ દરમિયાન આ વાતને અમે જાળવી શકીએ તો એક કેપ્ટન તરીકે હું ખૂબ ખુશ હોઈશ.

કોહલીએ કહ્યું હતું કે અમારા બેટીંગ કોમ્બીનેશનમાં ઘણા ફેરફારો થશે. જોશ બટલરની રમતની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું હતું કે દરેક તેની ક્ષમતાને જાણે છે. વળી તેણે આ ફોર્મ માટે આઈપીએલને પણ શ્રેય આપ્યુ છે. કોહલીના જણાવ્યા પ્રમાણે સમગ્ર પ્રવાસમાં પોતાના ફોર્મ પર કરતા ટીમના પ્રદર્શનની વધુ ચિંતા છે.(૩૭.૧)

(3:54 pm IST)