Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ભારતીય ટીમમાં પસંદગી બાદ કૃણાલ પંડ્યાનું ઈમોશનલ ટ્વીટ, પત્નિએ આપી પ્રતિક્રિયા

મુંબઈ ઈન્ડિયન્સના ઓલરાઉન્ડર અને હાર્દિક પંડ્યાના મોટા ભાઈ કૃણાલ પંડ્યાનો ઈંગ્લેન્ડ સામેની ટી-૨૦ સિરીઝ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેને ઈજાગ્રસ્ત વોશીંગ્ટન સુંદરની જગ્યાએ ભારતીય ટીમમાં સ્થાન મળ્યુ છે. આજે મેન્ચેસ્ટરમાં પહેલી મેચ રમાશે. કૃણાલે સોશ્યલ મીડિયામાં આનંદ વ્યકત કરતાં લખ્યુ હતંુ કે, મને મારી મહેનતનું ઈનામ મળ્યુ છે. આ ખરેખર મારા માટે ગર્વની વાત છે. હું આ તકને ગુમાવવા નથી માગતો. ઈંગ્લેન્ડ સામેની પહેલી મેચને લઈને ઘણો ઉત્સાહી છું. આશા છે કે હું મારૂ સંપૂર્ણ યોગદાન આપી શકીશ. આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા તેની પત્નિ પંખુડી શર્માએ કહ્યુ હતું કે મને ખબર હતી કે તને તારી મહેનતનું ઈનામ જરૂર મળશે. મને તારા પર ઘણો ગર્વ છે.(૩૭.૧)

(3:52 pm IST)