Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ફૂટબોલર ઓફ ધ યર બન્યો મોહમ્મદ સાલાહ

નવી દિલ્હી: ઈંગ્લિશ પ્રીમિયર લીગના ક્લબ લિવરપૂલના ફોરવર્ડ મોહમ્મદ સાલાહને ફૂટબોલ રાઈટર્સ એસોસીએશન (એફડબ્લ્યુએ)એ ૨૦૧૭-૧૮ સીઝન માટે ફૂટબોલર ઓફ ધ યર જાહેર કર્યો છે. સાલાહ આ ઉપલબ્ધી મેળવનાર પ્રથમ આફ્રિકી ખેલડી બની ગયો છે. 
લિવરપૂલ ક્લબ માટે પોતાની પ્રથમ સીઝનમાં સાલાહે ૪૮ મેચોમાં ૪૩ ગોલ કરી આ એવોર્ડને પોતાને નામે કર્યુ. એફડબ્લ્યુએએ ૪૦૦ સભ્યો વચ્ચે કરાયેલ વોટિંગમાં ૨૫ વર્ષીય સાલાહ પ્રથમ નંબરે રહ્યો હતો, જ્યારે મેનચેસ્ટર સિટીના મિડફિલ્ડર કેવિાન ડી બ્રુઈન બીજા નંબરે રહ્યો હતો. ઈજિપ્ત માટે રમનાર સાલાહને ગત વર્ષે ગરમીની સીઝનમાં લિવરપૂલે ઈટલીના ક્લબ એએસ રોમાથી ખરીદ્યો હતો. સાલાહના શાનદાર પ્રદર્શનના કારણે લિવરપૂલ ક્લબ ૧૩ વર્ષ બાદ યુએફા ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર બન્યુ. 

(4:46 pm IST)