Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

કોમનવેલ્થ ગેમ્સ કરતા વધુ સ્પર્ધાત્મક હશે એશિયન ગેમ્સ : નીરજ ચોપડા

કોમનવેલ્થ ગેમ્સમાં મળેલા ગોલ્ડને કારણે આત્મવિશ્વાસથી છલોછલ ભાલાફેંક ખેલાડી નિરજ ચોપડાની નજર હવે એશિયન ગેમ્સ પર છે. જો કે નીરજનું માનવુ છે કે આ ટક્કર કોમનવેલ્થ ગેમ્સ કરતા મુશ્કેલ હશે. નીરજ કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ભારતનો પહેલો ભાલાફેંક ખેલાડી બન્યો હતો. તેણે ૮૬.૪૭ મીટર દૂર ભાલો ફેંકયો હતો. તેણે કહ્યું હતું કે આ પ્રદર્શનથી તો જકાર્તામાં રમાનારી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ નહિં જીતી શકે.

(4:18 pm IST)