Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ઈન્સ્ટાગ્રામ પર કોહલી બન્યો વિરાટ

૧૦ કરોડ ફોલોઅર્સ ધરાવતો દુનિયાનો એકમાત્ર ક્રિકેટર બન્યો, આઈસીસીએ આપી શુભેચ્છા

ક્રિકેટના મેદાનમાં દરેક ફૉર્મેટમાં ધાકડ પ્રદર્શન કરનાર વિરાટ કોહલીએ હાલમાં મેદાનની બહાર એક અનોખો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર તેના કુલ  ફોલોઅર્સની સંખ્યા ૧૦૦ મિલ્યન એટલે કે ૧૦ કરોડ થઈ ગઈ છે. આ આંકડો પ્રાપ્ત કરનારો તે વિશ્વનો પહેલો ભારતીય અને એકમાત્ર ક્રિકેટર બન્યો છે. આઇસીસીએ આ સંદર્ભે કોહલીનો એક ફોટો શેર કરીને તેને શુભેચ્છા આપી હતી. વિશ્વભરના એથ્લિટ્સની યાદીમાં તે હજી પણ ચોથા ક્રમે છે. પહેલા ક્રમે ૨૬.૫ કરોડ ફૉલોઅર્સ સાથે ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, જ્યારે ૧૮.૬ કરોડ અને ૧૪.૭ કરોડ ફૉલોઅર્સ સાથે લિઓનેલ મેસી અને નેમાર અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે.

(2:40 pm IST)
  • તેલંગણાની પાવર ગ્રીડ ઉપર ચીનનો સાયબર અટેક : તેલંગણા સરકારે કહ્નાં છે કે ચીન દ્વારા તેલંગણાની પાવર ગ્રીડ અને સપ્લાય (વીજ પુરવઠો અને વીજ ગ્રીડ) ઉપર ચીને સાયબર અટેક કર્યો છે જે નિષ્ફળ બનાવવામાં આવ્યો છે access_time 1:29 pm IST

  • ર૮ કલાકમાં ર,૦૮,૭૯૧ લોકોને કોવિદ રસી અપાઇ : સોમવારે સવારે ૯ થી આજે મંગળવાર બપોરે ૧ સુધીમં ૬૦ વર્ષની વયના ર,૦૮,૭૯૧ લોકોને કોરોના રસી આપવામાં આવી છે. આજે બપોર સુધીમાં દેશભરમાં કુલ ૧ કરોડ ૪૮ લાખથી વધુ લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી હોવાનું સરકારે સત્તાવાર જાહેર કર્યુ છે access_time 10:57 am IST

  • રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો : દિલ્હી સ્થિત રીસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં કોરોના વેકસીન લીધી : લોકોને ગભરાયા વગર વેકસીન લેવા અપીલ કરી : રાષ્ટ્રપતિ કોવિંદે દેશમાં સૌથી મોટુ ટીકાકરણ અભિયાનને સફળતાપૂર્વક પાર પાડવા બદલ ડોકટરો, નર્સો, સ્વાસ્થ્ય કર્મીઓ, પ્રશાસકો વગેરેનો આભાર વ્યકત કર્યો : કપિલ દેવે પણ કોરોના વેકસીન લીધી : કોરોના વેકસીનના બીજા તબક્કામાં પૂર્વ ક્રિકેટર અને ૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડકપ વિજેતાએ ખાનગી હોસ્પિટલ ફોર્ટીસ ખાતે આજે વેકસીન લીધી હતી access_time 5:08 pm IST