Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

મિયામી અને ઈંડિયન ઓપનમાંથી નડાલે નામ પાછું ખેંચ્યું

નવી દિલ્હી: મિયામી અને ઈંડિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાંથી હટનાર ખેલાડીઓની યાદીમાં હવે વિશ્વના બીજા નંબરના સ્પેનના રાફેલ નડાલનું નામ પણ જોડાય ગયું છે.આની પહેલા સ્વીટ્જરલેંડના સ્ટેનિસલાલ વાવરિકા  ઘૂંટણમાં ઇજા થવાના કારણે આ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.મળતી માહિતી મુજબ રાફેલ નડાલની હિપ ઈંજરી સંપૂર્ણ રીતે સારી નથી થઇ અને આ કારણોસર તેમને જણાવ્યું કે તે મિયામી ઓપન અને ઇન્ડિયન વેલ્સમાં પણ નહીં રમી શકે.

(5:59 pm IST)