Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

આગામી વર્લ્ડકપ માટે વિરાટની આક્રમતા અને ધોનીનો શાંત સ્વભાવ એમ બન્નેની જરૂર પડશે

હાર્દિકે કોઇપણ જાતના દબાવ વગર રમવું જોઇએ અને બેટિંગનો આનંદ ઉઠાવવો જોઇએ, તેનામાં આવડતની કમી નથીઃ કપિલ

 ભારતીય  ક્રિકેટ ટીમના ભુતપુર્વ કેપ્ટન કપિલ દેવના મતે હાર્દિક પંડયાએ તેની બેટિંગ સુધારવા માટે ઘણી મહેનત કરવી મહેનત કરવી જોઇએ. કપિલે કહ્યું હતુ કે એક ઓલરાઉન્ડર તરીકે બેટિંગ એ હાર્દિકનું મજબુત પાસુ છું તેની સાઉથ આફ્રિકાના પ્રવાસમાં કેપટાઉનની ૯૩  રનની ઇનિંગ્સને બાદ કરતા બેટિંગમાં કોઇ પરાક્રમ નથી કર્યું. આ પ્રવાસમાં એ  તેની એકમાત્ર હાફ સેન્ચુરી હતી. ભારતમાં કોઇ પણ પ્રભાવશાળી ઓલરાઉન્ડરની સરખામણી મારી સાથે કરવામાં આવે છે.

 

 હાર્દિક પંડયા પ્રતિભાશાળી ખેલાડી છે. તેનામાં  ક્ષમતા છે. કોઇની પણ સાથે સરખામણી કરતાં તેના પર દબાણ આવી પડે છે. હું તેને કોઇપણ જાતના દબાણ વગર રમતો જોવા માગુંં છું તેણે પોતાની રમતનો આનંદ ઉઠાવવો જોઇએ

 

 કપિલ દેવના મતે કોઇપણ ઓલરાઉન્ડરે બેટિંગ અથવા બોલીંગ પૈકી કોઇએકમાં વધુ મજબુત હોવું જોઇએ. કપિલ દેવે કહ્યું હતુ કે  હું હાર્દિકને કોઇ એક જ કારણથી ટીમમાં હોય એ જોવા માગું છું બોલીંગ  અથવા બેટીંગ મારા મતે તે બેટિંગ માટે ઓલરાઉન્ડર છે જો તે  બેટ્સમેન તરીકે સારુ પ્રદર્શન કરવા માંડી જાયતો બોલીંગ પણ વધુ સરળ બની જશે. આવું તમામ ઓલરાઉન્ડરો સાથે થાય છે.

 ' પંડયા હજી યુવાન છે. આપણે તેની પાસેથી બહુ જલદી અને ઘણી બધી આશાઓ રાખીનેે બેઠા  છીએ. મને લાગે છે કે તેનામાં આવડતની કમી નથી. તે ટીમના સૌથી ફિટ ખેલાડીઓ પૈકીનો એક  છે. પરંતુ એક ઓલરાઉન્ડર તરીકે સફળતા મેળવવા માટે તેણે ઘણી મહેનત કરવી પડશે.'  આવતા વર્ષે રમાનારા વર્લ્ડ કપ વિશે કપિલે કહ્યું હતુ કે 'ભારતને આ ટુર્નામેન્ટમાં વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીની આક્રમતા અને મહેન્દ્ર સિંહ ધોનીના શાંત સ્વભાવ બન્નેની જરૂર પડશે. જો તમારી પાસે આ સંયોજક છે તો કંઇ ખોટુ ન  થઇ શકે. કારણ કે મેદાન પર તમને એક વ્યકિતની જરુર છે. જે કોઇપણ પરિસ્થિતિમાં શાંત રહેતો હોય અને સાથોસાથ રમતને પણ જાણતો હોય. તો  સાથો સાથ એવી વ્યકિત પણ જોઇએ જે ઘણી આક્રમક હોય. આ તાલમેલ ઘણું દમદાર છે. '

(11:46 am IST)