Gujarati News

Gujarati News

News of Monday, 3rd February 2020

BBL: સિડની થન્ડરે એડિલેડ સ્ટ્રેકર્સને કરી પરાસ્ત

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બિગ બેશ લીગ (બીબીએલ) ટી 20 ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચમાં સિડની થંડરે એડિલેડ સ્ટ્રાઇકર્સને 8 રને હરાવી હતી. પ્રથમ બેટિંગ કરતી વખતે સિડનીએ 20 ઓવરમાં સાત વિકેટે 151 રન બનાવ્યા.ઇંગ્લેન્ડના ઓપનર એલેક્સ હેલ્સે 35 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 59 રન ફટકાર્યા હતા. ક્રિસ મૌરીસે 21, નાયર 18, ઉસ્માન ખ્વાજાએ 15 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન કોલમ ફર્ગ્યુસન 1 રને આઉટ થયો હતો. પીટર સિડલે બે અને નેઝર, એગર, રાશિદ ખાન અને ટિમ હેડે 1-1 વિકેટ લીધી હતી.જેના જવાબમાં એડિલેડની ટીમ નવ વિકેટ પર 143 રન જ બનાવી શકી. વેલ્સે 34, કેપ્ટન હેડ 32, વિકેટકીપર એલેક્સ કેરે 28 રન બનાવ્યા. સિમ્સે ત્રણ, કૂક અને મોંરિસને 1-1 અને ટ્રેમેને એક વિકેટ લીધી હતી. હેલ્સને મેન ઓફ ધ મેચ તરીકે ચૂંટવામાં આવ્યો હતો.

(5:57 pm IST)