Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

રણજી ટ્રોફી: ગુજરાતે 130 રનથી આપી મહારાષ્ટ્રને માત

નવી દિલ્હી: ચિંતન ગજાના ઓલરાઉન્ડ દેખાવને સહારે ગુજરાતે રણજીમાં તેની આખરી ગૂ્રપ મેચમાં મહારાષ્ટ્રને ઈનિંગ અને ૧૩૦ રનથી હરાવ્યું હતુ. આ સાથે ગુજરાતના આઠ મેચમાં ૨૬ પોઈન્ટ છે. નવ ટીમોના પોઈન્ટ ટેબલમાં ગુજરાત ૮ મેચમાં ૩ જીત અને પાંચ ડ્રો સાથે ૨૬ પોઈન્ટ મેળવીને હાલ ત્રીજા ક્રમે છે.જોકે બાકીની તમામ ટીમોને આખરી મેચ રમવાની હોવાથી ગુજરાત આગેકૂચ કરશે કે નહિ તેનો નિર્ણય આખરી રાઉન્ડના અંતે લેવાશે. એ-ગૂ્રપમાંથી ટોચની પાંચ ટીમો નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશશે, જેના કારણે ગુજરાતની તકો ઉજ્જવળ છે.પૂણેમાં રમાયેલી રણજી મેચમાં આજે ચોથા અને આખરી દિવસે યજમાન મહારાષ્ટ્રે ૧૩૭/૬ના સ્કોરથી આગળ રમવાનું શરૃ કર્યું હતુ અને તેઓ ૧૮૫ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયા હતા. આ સાથે ગુજરાતે ઈનિંગ અને ૧૩૦ રનથી બોનસ પોઈન્ટ સાથે વિજય મેળવ્યો હતો. ચિંતન ગજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે પ્રથમ ઈનિંગમાં પાંચ અને બીજી ઈનિંગમાં ત્રણ એમ કુલ આઠ વિકેટ ઝડપી હતી. જ્યારે ઓપનિંગમાં ઉતરીને ૮૦ બોલમાં ૧૦ ચોગ્ગા સાથે ૫૩ રન નોંધાવ્યા હતા.

(5:34 pm IST)