Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

મેચ છોડીને હું અહીં ટીમને પ્રમોટ કરવા આવ્યો છું તેમ કહેતા જ ગુરૂ રમાકાંત આચરેકરે શિષ્‍ય સચિન તેંડુલકરને થપ્પડ ઝીંકી દીધી હતી

નવી દિલ્હીઃ સચિન તેંડુલકરના કોચ અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા રમાકાંત આચરેકરનું મંગળવારે મુંબઈમાં નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. સચિન સિવાય આચરેકરે વિનોદ કાંબલી અને પ્રવીણ આમરે જેવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તૈયાર કર્યા હતા. સચિને એક વખત પોતાના ગુરુ વિશે વાત કરી હતી કે, મારા માટે અસલી ક્રિકેટની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે હું 11 વર્ષનો હતો. મારા ભાઈને મારા કોઈ પ્રતિભા નજરે ચડી હતી અને તે મને આચરેકરસર પાસે લઈ ગયા હતા. ગુરુ આચરેકર સાથે વીતાવેલા ચારથી પાંચ વર્ષ મારા માટે ખૂબ મહત્ત્વના હતા.

ખૂબ મજાક કરતા હતા

સચિને કહ્યું હતું કે, આચરેકરસર વૃક્ષની પાછળ ઊભા રહીને મારું પર્ફોમન્સ જોઈ રહ્યા હતા અને ત્યાર બાદ મારી ભૂલ મને કહેતા હતા. તેઓ મારી ખૂબ મજાક કરતા હતા પણ અમારા પર પૂરતું ધ્યાન રાખતા હતા. આચરેકરસરે મને મેચ ટેંપરામેન્ટ સાથે મુલાકાત કરાવી હતી. મારા ભાઈ મને આચરકર પાસે એટલા માટે લઈ ગયા કારણ તેઓ પોતાના વિદ્યાર્થીઓને વધુને વધુ પ્રેક્ટિસ મેચ રમાડ્યા કરતા હતા.

એક થપ્પડે જીંદગી બદલી નાંખી

સચિને કહ્યું હતું કે, સ્કૂલ પૂરી થયા બાદ તે પોતાની માસીને ત્યાં લંચ કરવા માટે જતા હતા. દરમિયાન તેઓ સચિન માટે કેટલાક મેચ ઓર્ગેનાઈઝડ કરી આપતા હતા. તેઓ સામેની ટીમને કહી દેતા કે, સચીન ચોથા ક્રમે આવશે. એક વખત હું મેચ રમવાને બદલે વાનખેડેમાં શાદરાશ્રમ ઈગ્લીંશ મીડિયમ અને શારદાશ્રમ મરાઠી મીડિયમ વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે પહોંચી ગયો. હું મારી ટીમને પ્રમોટ કરવા માટે ત્યાં ગયો હતો. મે ત્યાં સરને જોયા અને મળવા માટે ગયો હતો. તેમને ખબર હતી કે, હું મેચ રમવા માટે ગયો નથી પણ તેણે પૂછ્યું કે, કેવું પર્ફોમ કર્યું? ત્યારે મે કહ્યું કે, મેચ છોડીને હું અહીં ટીમને પ્રમોટ કરવા માટે આવ્યો છું. વખતે મને એક થપ્પડ મારી, હાથમાં રહેલું લંચ બોક્સ પડી ગયું.

બીજા માટે તાલી નથી વગાડવાની

સમયે સરે મને કહ્યું હતું કે, મારે બીજા માટે તાલીઓ વગાડવાની નથી. એવું રમો કે, લોકો તારા માટે તાલીઓ વગાડે. દિવસ પછી મે ખૂબ મહેનત કરી અને કલાકો સુધી પ્રેક્ટિસ કરતો રહ્યો. સમયે જો મને થપ્પડ મારી હોત તો હું પણ સ્ટેડિયમમાં બેસીને તાલીઓ વગાડતો હોત.

(4:41 pm IST)