Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

યોકોવિકની કોચિંગ ટીમમાં સ્ટેપાનીકનો સમાવેશ

નવી દિલ્હી:ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સબયન સ્ટાર યોકોવિચે તેના અંગત મિત્ર અને ચેક રિપબ્લિકના ખેલાડી રાદેક સ્ટેપાનીકને પોતાની કોચિંગ ટીમમાં સામેલ કરી લીધો છે. યોકોવિચ ઇજાના કારણે છેલ્લી અડધી સિઝનથી બહાર છે અને કારણે તે એટીપી રેન્કિંગમાં ટોપ-૧૦માંથી પણ બહાર ફેંકાઈ ગયો છે. જોકે આગામી સિઝનમાં તે ધમાકેદાર પુનરાગમન કરવા ઈચ્છી રહ્યો છે અને કારણે તેણે તૈયારી શરુ કરી દીધી છે. યોકોવિચના ચીફ કોચ તરીકે તો અમેરિકાનો લેજન્ડરી સ્ટાર એન્ડ્રે અગાસી છે અને તે ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં તો તેના કોચ તરીકેની જવાબદારી સંભાળવાનો છે. જ્યારે બાકીની ટુર્નામેન્ટ્સમાં યોકોવિચની સાથે સ્ટેપાનીક રહેશે. યોકોવિચે તેની અને સ્ટેપાનીકની તસવીરને સોશિયલ મીડિયા પર વહેતી મુકી હતી. 

(5:59 pm IST)