Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

સેરી એ- જુવેન્ટસ સ્પાઝિયાને 4-1થી હરાવી : રોનાલ્ડોએ બે ગોલ ફટકાર્યા

કોરોનો-વાયરસથી સાજા થયા બાદ રોનાલ્ડોની જોરદાર વાપસી

મુંબઈ : જુવેંટસ એ સેરી એ ફૂટબોલ લીગ ટૂર્નામેન્ટમાં, રવિવારે મોડી સાંજે રમાયેલી મેચમાં સ્પેજિયાને 4-1 થી હરાવી હતી.

જુવેન્ટસ સ્ટાર ક્રિસ્ટિઆનો રોનાલ્ડો એ મેચમાં બે ગોલ ફટકારીને, કોરોનો-વાયરસથી સાજા થયા બાદ જોરદાર વાપસી કરી હતી.

ક્લબની અધિકારીક વેબસાઇટ એ, રોનાલ્ડોના હવાલે થી જણાવ્યુ છે કે, "કોઈ લક્ષણો ન હોવા છતાં, અને સારી લાગતુ હોવા છતાં, હું લાંબા સમય સુધી મેદાનથી દૂર રહ્યો છું. ફરી પાછા આવવાથી હું સારું અનુભવુ છુ. પાછા ફર્યા પછી, મેં એવી રીતે જ ફૂટબોલ રમ્યુ હતુ, જેમ હું રમવા માંગતો હતો. સૌથી અગત્યની બાબત એ છે કે, હું પાછો ફર્યો છુ. "

જુવેન્ટસની ટીમ હાલમાં સેરી એ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. એસી મિલાન પ્રથમ સ્થાને અને સાસુઓલો બીજા સ્થાને છે. રોનાલ્ડોએ સ્વીકાર્યું કે, 'સેરી એ પ્રતિસ્પર્ધી છે, અને તેને વધુ મહેનત કરવી પડશે.

તેમણે કહ્યું, "આ લીગ સ્પર્ધાત્મક છે. મિલાનની ટીમ સારો દેખાવ કરી રહી છે. તે જ સમયે લાઝિયો અને નેપોલી લયમાં છે. અમારે સખત મહેનત કરવી પડશે, પણ અમે આગળ વધી રહ્યા છીએ.

ગયા મહિને કોરોનો-વાયરસથી ચેપ લાગ્યાં બાદ, રોનાલ્ડો બાર્સેલોના સામેની ચેમ્પિયન્સ લીગ મેચમાં રમ્યો ન હતો. જુવેન્ટસને શુક્રવારે પુષ્ટિ આપી હતી કે, રોનાલ્ડો ચેપમાંથી ભાર નીકળી પાછો આવ્યો છે.

(1:04 pm IST)