Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

પેરિસ માસ્ટર્સમાંથી નડાલે ઇજાને લીધે પાછું લીધું નામ

નવી દિલ્હી: એટીપી રેન્કિંગમાં વર્લ્ડ નંબર વનનું સ્થાન ધરાવતા સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે ઈજાના કારણે પેરિસ માસ્ટર્સમાં તેની પહેલી મેચ પહેલા નામ પાછુ ખેંચી લીધું હતુ. સાથે સર્બિયન સ્ટાર યોકોવિચ સોમવારે જ્યારે રેન્કિંગમાં અપડેટ થશે, ત્યારે દુનિયાનો નંબર વન ટેનિસ પ્લેયર બની જશેયોકોવિચે જીતનો સિલસિલો જારી રાખતાં પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. યોકોવિચ સામેની મેચમાં  બોસ્નીયાનો ડામીર ઝુમ્હુર -, -૨થી પાછળ હતો, ત્યારે ઈજાગ્રસ્ત બની ગયો હતો. દરમિયાન કેનેડાનો રાઓનિક ઈજાગ્રસ્ત બની જતા ફેડરર સીધો પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યો હતોવિમ્બલ્ડન અને યુએસ ઓપન ચેમ્પિયન બની ચુકેલા યોકોવિચને એક પણ બ્રેક પોઈન્ટનો સામનો કરવો પડયો નહતો અને તેણે ફર્સ્ટ સર્વિસમાં ૭૨ ટકા પોઈન્ટ્સ મેળવ્યા હતાહવે ક્વાર્ટર ફાઈનલમાં યોકોવિચનો મુકાબલો ક્રોએશિયાના સિલીક સામે થશે. જેણે બલ્ગેરિયાના ડિમિટ્રોવને - (-), -૪થી હરાવ્યો હતો. સિલીકે કુલ ૨૯ વિનર્સ ફટકાર્યા હતાનવમો સીડ ધરાવતા ડિમિટ્રોવે ગત વર્ષે એટીપી ફાઈનલ્સ જીતીને ખળભળાટ મચાવ્યો હતો. જોકે વખતે તે એટીપી ફાઈનલ્સમાં ક્વોલિફાય પણ થઈ શક્યો નથી, તે ચાલુ વર્ષના અંતે વર્લ્ડ રેન્કિંગમાં ૧૯મા ક્રમે રહેશે. જ્યારે સિલીકને એટીપી ફાઈનલ્સમાં ક્વોલિફાય થવા માટે યોકોવિચ સામે વિજય મેળવવો પડશે.

(4:32 pm IST)