Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

મેરીકોમ સાથે બોક્સિંગ કરતા રમતમંત્રી રાજયવર્ધન રાઠોડનો વિડિઓ વાઇરલ

નવી દિલ્હી: દિલ્હીના ઈન્દીરા સ્ટેડિયમમાં 15થી 24 નવેમ્બરે વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપનુ આયોજન કરવામાં આવ્યુ છે. પહેલા મેરીકોમ તૈયારીઓ કરતી નજરે પડે છે.મેરીકોમે તેના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને ભારતની સ્ટાર બોક્સર મેરી કોમ જોવા મળી રહ્યાં છે.વીડિયોમાં ખેલ પ્રધાન મેરી કોમની સાથે બોક્સિંગ કરતા દેખાઈ રહ્યાં છે. વીડિયો દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમનો છે. જ્યાં પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમ વર્લ્ડ કપ ચેમ્પિયનશિપની તૈયારીમાં લાગેલી છે. વીડિયો બાદ ખેલ પ્રધાનની ખૂબ પ્રશંસા થઈ રહી છે. પ્રશંસકોનું માનવું છે કે જો ભારત રમતમાં સારૂ પ્રદર્શન કરી રહ્યું છે તો તેનું સૌથી મોટું કારણ રાજ્યવર્ધન સિંહ રાઠોડની રમતમાં સક્રિયતા છે.મહત્વનું છે કે વર્ષે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ અને એશિયાડમાં ભારતીય એથલીટોનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. ખેલ પ્રધાન સતત એથલીટો પર નજર રાખે છે, જેનાથી ભારતને સફળતા મળી શકે. એક યૂઝરે ખેલ પ્રધાનની પ્રશંસા કરતા લખ્યું- આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમવાર આપણા ખેલ પ્રધાનને આપણા ખેલાડીની સાથે રિંગમાં રીતે રમતા જોયાઅમને તેના પર ગર્વ છે. ખેલ મંત્રી તરીકે તમે યોગ્ય છો. તમે આમ કામ કરતા રહો સર.ઉલ્લેખનીય છે કે રાજ્યવર્ધન સિંહ રાઠોડ પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર શૂટર રહ્યાં છે અને 2004 ઓલમ્પિક સહિત ઘણી સ્પર્ધામાં ભારત માટે મેડલ જીતી ચુક્યા છે. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમ તેનો છઠ્ઠો અને 2006 બાદ ઘરમાં બીજો ગોલ્ડ મેડલ જીતવા ઉતરશે. ગયા વખતે ભારતમાં વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ 2006માં આયોજીત કરવામાં આવ્યો હતો. જ્યાં મેરીએ ગોલ્ડ જીત્યો હતો. ભારતને ગર્વ અપાવ્યુ હતુ. 10માં વર્લ્ડચેમ્પિયનશિપમાટે મેરિકોમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે.

(5:28 pm IST)