Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સાલોરેક્સ ઓપનના ત્રીજા રાઉન્ડમાં કશ્યપ અને શુભાંકર

નવી દિલ્હી: ભારતીય સ્ટાર બેડમીંટન ખેલાડી પારુપલ્લી કશ્યપ અને શુભાંકર ડેએ સાલોરેક્સ ઓપનના પુરુષ એકલ વર્ગના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. અનુભવી કશ્યપે બીજા રાઉન્ડમાં સ્પેનના લુઈસ પેનલવેરને 56 મિનિટના મુકાબલામાં 21-17,19-21, 21-16થી હરાવ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં કશ્યપની તિક્કે જર્મનીના એલેકઝેન્ડર રૂવરસ સાથે થશે. બીજી તરફ શુભંકરે માત્રે 31 મિનિટના મુકાબલામાં ઇટલીના ફેબિયો કંપોનીઓને 21-18,21-18થી પરાસ્ત કર્યો. ત્રીજા રૌનમાં શુભાંકરની ટક્કર ચીનના દિગ્ગ્જ ખેલાડી લિન દૈન સાથે થશે.

(4:25 pm IST)