Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

રાહુલ દ્રવિડનું આઈસીસી હોલ ઓફ ફેમ' એવોર્ડથી સન્માન કરાયું : બન્યો પાંચમો ભારતીય ક્રિકેટર

મિસ્ટર ડિપેન્ડ્બલ તરીકે જાણીતા ભારતીય બેટ્સમેન રાહુલ દ્રવિડને ખાસ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાહુલ દ્રવિડને આઈસીસી હોલ ઓફ ફેમમાં શામેલ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં શામેલ થનાર તે પાંચમાં ભારતીય ખેલાડી છે.

ICC HALL OF FAME  થી આ પહેલા બિસન સિંદ બેદી, કપિલ દેવ,સુનીલ ગવાસ્કર અને અનિલ કુંબલેને સન્માનિત કરવામાં આવ્યા છે. ગાવસ્કરે રાહુલ દ્રવિડને અભિનંદન આપતા  કહ્યું હતું કે તેમણે ક્રિકેટની ખુબ સેવા કરી છે અને તેઓ આ ગૃપમાં શામેલ થવાના હકદાર છે. દ્રવિડને આ વર્ષે જુલાઈમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન રીકી પોન્ટિંગની સાથે આઈસીસી હોલ ઓફ ફેમમાં પણ શામેલ કરવામાં આવ્યા હતા.

(4:31 pm IST)