Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

કોહલીનો મોટો ખુલાસો :ધોની ખુદ ટી -20માંથી બહાર થવા હતો ઇચ્છુક

મુંબઈ :ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીને આગામી ટી20 ફોર્મેટમાં બહાર કરવાને લઈ મોટો ખુલાસો કર્યો છે. કોહલીએ જણાવ્યુ કે, ટીમ સિલેક્ટર્સ અને ધોની વચ્ચે વાતચીત થઈ હતી. પરંતુ હું વાતચીતનો ભાગ નહતો. ધોની ખુદ ઈચ્છે છે કે, ટી20 ફોર્મેટમાં રિષભ પંતને વધુમાં વધુ તક મળવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ટી20માં ધોનીનો સમાવેશ ના થતા અવનવી અટકળો લગાવવામાં આવી રહી હતી.

(12:48 pm IST)