Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકાને ૫૧ રનથી હરાવ્યું

૧૫ વર્ષની શેફાલી વર્મા અને જેમિમા રોડ્રિગ્સની શાનદાર બેટિંગ અને લેગ સ્પિનર પૂનમ યાદવની શાનદાર બોલીંગ

ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકાને ૫૧ રનથી હરાવ્યું છે ૧૫ વર્ષની યુવા બેટ્સમેન શેફાલી વર્મા અને જેમિમા રોડ્રિગ્સની શાનદાર ઇનિંગો અને લેગ સ્પિનર પૂનમ યાદવની શાનદાર બોલીંગના આધારે ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકાને ચોથી ટી-૨૦ માં હરાવી દીધું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ૫૧ રનથી શાનદાર જીત પ્રાપ્ત કરી અને તેની સાથે ભારતીય ટીમે ૨-૦ ની અજેય લીડ પ્રાપ્ત કરી લીધી છે. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળવા પર નિર્ધારિત ૧૭ ઓવરમાં ચાર વિકેટે ૧૪૦ રન બનાવી લીધા હતા. સાઉથ આફ્રિકાની ટીમ તેના જવાબમાં સાત વિકેટે ૮૯ રન જ બનાવી શકી હતી

પોતાની પ્રથમ મેચમાં શૂન્ય પર આઉટ થનારી ૧૫ વર્ષની શેફાલી વર્માએ સાઉથ આફ્રિકાની ખરાબ ફિલ્ડીંગનો ફાયદો ઉઠાવી ૩૩ બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૪૬ રન બનાવ્યા જયારે જેમિમા રોડ્રિગ્સે ૨૨ બોલમાં ૩૩ રનની ઇનિંગ રમી હતી. આ અગાઉ આઉટફિલ્ડ ભીની હોવાના કારણે મેચ ૧૭-૧૭ ઓવરની કરી દીધી હતી.

 પ્રથમ બેટિંગ કરતા ભારતને શૈફાલી અને સ્મૃતિ મંધાનાએ પ્રથમ વિકેટ માટે ૫૨ રન જોડી સારી શરૂઆત અપાવી હતી. શેફાલી વર્માને પહેલા પોતાની ટાઈમિંગથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ દરમિયાન તેમને અને સ્મૃતિ મંધાનાને જીવનદાન પણ મળ્યું હતું. શેફાલી વર્મા શરૂઆતથી જ આક્રમક શોટ રમવાના મૂડમાં જોવા મળી હતી.

ભારતે સ્મૃતિ મંધાનાના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી જેમને નાડીન ડી ક્લાર્કની બોલ પર મિગનોન ડુ પ્રીઝને કેચ આપી બેઠા હતા. શેફાલી વર્મા પણ અડધી સદી પૂરી કરી શક્યા નહોતા. સેખુખુનેની બોલ તેમના બેટથી કિનારો લઈને વિકેટોને ટકરાઈ ગઈ હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર આવતા જ બોલરો પર હાવી થઈ હતી. પરંતુ ડી ક્લાર્કની બોલ પર તે લોંગ ઓન પર સરળ કેચ આપી બેઠી હતી

(12:11 pm IST)