Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

એરીસ એફસીને હરાવીને ઈમ્મોર્ટલ એફી વિજેતા

અમદાવાદમાં ફાઈવ- ઓન- ફાઈવ ફૂટબોલ સ્પર્ધા યોજાઈ : ઈમ્મોર્ટલ એફસીએ ૨-૦થી આસાન વિજય મેળવ્યો, નેશનલ ફાઈનલ્સમાં અમદાવાદનું પ્રતિનિધિત્વ કરશે

અમદાવાદ , તા. : વૈશ્વિક સ્થાપિક ફાઈવ- ઓન- ફાઈવ ફૂટબોલ સ્પર્ધા રેડ બુલ નેમાર જુનિયર્સ ફાઈવ દ્વારા જગરનોટ અરેના અમદાવાદમાં ૨૧-૨૨ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ અમદાવાદ સિટી ક્વોલિફાયરો શરૂ કરવામાં આવી હતી. સિટી ક્વોલિફાયરમાં ૯૬ ટીમોએ તેમનું શ્રેષ્ઠતમ આપવા માટે ભાગ લીધો હતો. ફાઈનલ મેચમાં એરિસ એફસીએ ઈમ્મોર્ટલ એફસી સામે -૦થી સ્પર્ધા જીતી હતી અને સપ્ટેમ્બર ૨૦૨૧ના છેલ્લા સપ્તાહમાં નેશનલ ફાઈનલ્સમાં અમદાવાદનું પ્રતિનિધિત્વ કરશે.

રેડ બુલ નેમાર જુનિયર્સ ફાઈવ ૨૦૨૧ સિટી ક્વોલિફાયર્સ ૨૧મી ઓગસ્ટ, ૨૦૨૧થી શરૂ થઈ હતી, જે ૧૨મી સપ્ટેમ્બર સુધી ચાલશે. તે ઈન્દોર, અમદાવાદ, જયપુર, બેન્ગલોર, લખનૌ, પુણે, કોલકતા, ચેન્નાઈ, સિલિગુરી, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, દિમાપુર, જાલંઘર, ભુવનેશ્વર, કોચી, ચંડીગડ અને ગોવા સહિત દેશનાં ૧૮ શહેરોમાં યોજાઈ રહી છે. વિજેતા ટીમ ત્યાર પછી કતારમાં રેડ બુલ નેમાર જુનિયર્સ ફાઈવ ૨૦૨૧ વર્લ્ડ ફાઈનલ્સમાં સ્થાન બનાવવાની તક માટે સપ્ટેમ્બર ૨૦૨૧માં યોજાનારી રેડ બુલ નેમાર જુનિયર્સ ફાઈવ નેશનલ ફાઈનલ્સ ખાતે સ્પર્ધા કરશે. સ્થળો અને સહભાગીઓની દષ્ટિએ દેશમાં સૌથી વિશાળ એક ટીમમાં પાંચ ખેલાડીની ફૂટબોલ સ્પર્ધા છે.

રેડ બુલ નેમાર જુનિયર્સ ફાઈવ બ્રાઝિલિયન સ્ટારની સિગ્નેચર ફાઈવ- સાઈડ સ્પર્ધા છે, જેમાં દુનિયાભરના ૧૬- ૩૫ વયવર્ષ વચ્ચેના ખેલાડીઓ તેમના એકસમાન જોશ ફૂટબોલની ઉજવણી કરવા માટે એકત્ર આવે છે.

ઝડપી, ટેક્નિકલ અને મોજીલી સ્પર્ધા છે, જેમાં પાંચ ખેલાડીઓની બે ટીમ, જેમાં એક- એક ગોલકીપર હોય છે. તેમને પોતાની કાબેલિયત બતાવવા અને નેમાર જુનિયરને આકર્ષિત કરવા માટે ૧૦ મિનિટ મળે છે. રોમાંચક સ્પર્ધાની ખરી ખૂબી છે કે ટીમ દ્વારા સ્કોર કરવામાં આવતો દરેક ગોલ માટે વિરોધી સભ્યને મેદાન છોડવું પડે છે. છેલ્લે મહત્તમ ખેલાડી બચે તે ટીમ જીતે છે.

મેચનાં પરિણામોઃ જયપુર ક્વોલિફાયર્સે ફાઈનલમાં એરિસ એફસીએ ઈમ્મોર્ટલ એફસીને -૦થી હરાવી. એરિસ એફસીએ અમદાવાદ ક્વોલિફાયર્સ જીતી અને હવે અમદાવાદમાં સપ્ટેમ્બરમાં રેડ બુલ નેમાર જુનિયર્સ ફાઈવ નેશનલ ફાઈનલ્સમાં પ્રતિનિધિત્વ કરશે.

વિજેતા ટીમના સભ્યોઃ કીર્તન મલ્લી, નરેન ત્રિવેદી, બ્રિજેશ યાદવ, વિશાલ દુબે, આદિત્ય ઝા, ઉત્કર્ષ આનંદ, ફેનવોશ આનંદ.

જુનિયર્સ ગ્લોબલ ફાઈવ કન્ઝયુમર એક્ટિવેશન હેઠળશ ખેલાડી પોતાની કુશળતા ક્રિયાત્મક રીતે બતાવી શકેછે, તેમને રેકોર્ડ કરી શકે (બેસ્ટ પ્લે- મહત્તમ ૬૦ સેકંડ), તેમને ઈન્સ્ટાગ્રમ પર પોસ્ટ કરી શકે (હેશટેગ આઉટપ્લેધમોલ ઉપયોગ કરો, ટેગ કરો રેડબુલનેમારજુનિયર્સ ફાઈવ અને તમારા દેશનો ધ્વજ એડ કરો) અને નેમાર જુનિયર અને તેના સ્કાઉટ્સને મોહિત કરો. તેઓ ખેલાડી પસંદ કરશે અને વર્ષે વર્લ્ડ ફાઈનલ ખાતે જુનિયર્સ ગ્લોબલ ફાઈવ તરીકે ભાગ લેવા વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી આપશે.

(7:09 pm IST)