Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

પેરાલિમ્પિક્સ: ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતે બનાવી સેમિફાઇનલમાં જગ્યા

નવી દિલ્હી: ભારતીય શટલર પ્રમોદ ભગતે ગુરુવારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં યુક્રેનના એલેક્ઝાન્ડર ચિરકોવને સીધા સેટમાં હરાવીને મેન્સ સિંગલ્સ એસએલ 3 સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભગતે મેચની શરૂઆતથી જ આક્રમક રમત દર્શાવી હતી અને માત્ર 26 મિનિટમાં ચિરકોવને 21-12, 21-19થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભગતે મેચમાં સારી શરૂઆત કરી અને પ્રથમ ગેમ 21-12થી જીતીને તેની લીડ જાળવી રાખી. ત્યારબાદ ભારતીય શટલેરે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને બીજી ગેમ 21-19થી જીતી.

(5:44 pm IST)