Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ટી-20 ક્રિકેટમાં 11,000 રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો : કીરોન પોલાર્ડ

નવી દિલ્હી: વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન કિરોન પોલાર્ડે મંગળવારે ટી 20 ક્રિકેટમાં એતિહાસિક સિદ્ધિ મેળવી છે. પોલાર્ડ ટી 20 ક્રિકેટમાં 11,000 રન બનાવનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. પોલાર્ડે કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) માં સેન્ટ લુસિયા કિંગ્સ સામે ત્રિનબાગો નાઈટ રાઈડર્સ તરફથી રમતી વખતે આ સિદ્ધિ મેળવી હતી. પોલાર્ડે આ મેચમાં 41 રન બનાવ્યા હતા. નાઈટ રાઈડર્સની ટીમે આ મેચ 27 રનથી જીતી અને સીપીએલ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.

(5:44 pm IST)