Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ICC ટેસ્ટ રેન્કીંગમાં જો રૂટ ટોચના ક્રમેઃ રોહિત શર્મા પાંચમાં સ્થાને

નવીદિલ્હીઃ ભારત સામે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં તેના શાનદાર પ્રદર્શનને પગલે જારી કરવામાં આવેલી આઇસીસીની  ટેસ્ટ રેન્કિંગમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ બેટ્સમેનોની રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચ્યા છે. તેણે આ સિરીઝમાં ૧૨૬.૭૫ ની સરેરાશથી ૫૦૭ રન  બનાવ્યા છે.  આ પ્રદર્શનના આધારે રૂટે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને પછાડીને નંબર -૧ ટેસ્ટ બેટ્સમેન બન્યો છે.

 સુકાની વિરાટ કોહલીને પાછળ છોડીને રોહિત શર્માએ એક સ્થાન સુધારીને ટોચના પાંચમાં સ્થાન મેળવ્યું છે.  ચેતેશ્વર પૂજારા ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં ૯૧ના સ્કોરની મદદથી રેન્કિંગમાં ૧૫ માં સ્થાને પહોંચી ગયો છે. બોલરોની રેન્કિંગમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન એક સ્થાન સુધારીને પાંચમા સ્થાને છે જ્યારે ત્રીજી ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ, ઓલી રોબિન્સન, ૩૬ મો, ક્રેગ ઓવરટન ૭૩ માં સ્થાને પહોંચી ગયો છે.

(3:41 pm IST)