Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

સૂર્યકુમાર, શ્રેયસ, સિરાજને ટી-૨૦ વર્લ્ડ કપમાં સ્થાન મળશે?

ઓવલ ટેસ્ટ બાદ ટી-૨૦ વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતની સંભાવનાઃ ઈશાન કિશન, પૃથ્વી શો, રાહુલ ચહર, વોશીંગ્ટન સુંદરને પણ તક મળી શકે છે

નવીદિલ્હીઃ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧માં ટીમ ઇન્ડિયા કયા ખેલાડીઓ સાથે રમશે, તેની જાહેરાત આગામી એક સપ્તાહમાં થઇ શકે છે.  અહેવાલો અનુસાર, ઓમાન અને યુએઈમાં ૧૭ ઓકટોબરથી શરૂ થઈ રહેલા ટી ૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત ઓવલ ટેસ્ટ બાદ થઈ શકે છે.

આઈપીએલ ૨૦૨૧ માં -દર્શનના આધારે કોઈ પણ ખેલાડીને ટી ૨૦ વર્લ્ડ કપમાં સ્થાન મળવાનું નથી.  પસંદગીકારો અને ટીમ ઇન્ડિયા મેનેજમેન્ટે પહેલેથી જ તેમના ખેલાડીઓ નકકી કરી લીધા છે.

 મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમ ટી ૨૦ વર્લ્ડ કપ માટે ૧૫ ખેલાડીઓની પસંદગી કરશે.  આ સિવાય તે ૩ રિઝર્વ ખેલાડીઓ પણ પોતાની સાથે રાખશે.  ઇશાન કિશન, પૃથ્વી શો અને એક સ્પિનર અનામત ખેલાડી તરીકે યુએઇ જશે.  બીજી બાજુ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર અને મોહમ્મદ સિરાજને ટી ૨૦ વર્લ્ડ કપની ટીમમાં તક મળી શકે છે.  આર અશ્વિન, રાહુલ ચાહર, વરૂણ ચક્રવર્તી અને વોશિંગ્ટન સુંદરમાંથી કોઈપણ બે સ્પિનરોની પસંદગી શકય છે.

ભારતીય ટીમ ૨૪ ઓકટોબરથી પોતાનું અભિયાન શરૂ કરશે.  ટી ૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે પોતાની -થમ મેચ રમશે.  આ પછી, ભારતીય ટીમ ૩૧ ઓકટોબરે ન્યૂઝીલેન્ડ, ૩ નવેમ્બરે અફઘાનિસ્તાન અને ૫ નવેમ્બરે સુપર ૧૨ કવોલિફાઇંગ ટીમ (બી -૧) સામે ટકરાશે.  તમને જણાવી દઈએ કે ટી૨૦ વર્લ્ડ કપના પહેલા રાઉન્ડમાં ૮ ટીમો સુપર -૧૨ માં સ્થાન મેળવવા માટે રમશે.  આયર્લેન્ડ, નેધરલેન્ડ, શ્રીલંકા અને નામિબિયા -થમ રાઉન્ડના ગ્રુપ બી માં છે.  બીજી બાજુ, ઓમાન, પીએનજી, સ્કોટલેન્ડ અને બાંગ્લાદેશ ગ્રુપ એમાં છે.

(11:54 am IST)