Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

ભારત પાકિસ્તાન મેચ બાદ સ્મૃતિ મંધાનાનું ખેલાડી રેન્કિંગ સુધર્યું : ICC રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી

કોમનવેલ્થ ગેમ્સમાં પાકિસ્તાન સામેની રમત બાદ મંધાનાએ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડની સોફી ડેવિનને પાછળ છોડી દીધી

નવી દિલ્લી તા.02 : ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાનાં નસીબ હમણાં સાતમા આસમાને હોય તેવું લાગી રહ્યું છે. હાલનાં સમયમાં તે ફોર્મમાં છે અને કોમનવેલ્થ ગેમ્સમાં તોફાની બેટિંગ કરી રહી છે. જેને કારણે તેનું ખેલાડી રેન્કિંગ સુધર્યું છે. સ્મૃતિ મંધાનાએ મંગળવારે જાહેર થયેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલના રેન્કિંગમાં કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

બર્મિંગહામમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા સામે શરુઆતની મેચમાં 24 રન ફટકારનારી મંધાનાએ પાકિસ્તાન સામે 42 બોલમાં 63 રનની અણનમ ઈનિંગ રમી હતી.

કોમનવેલ્થ ગેમ્સમાં પાકિસ્તાન સામેની રમત બાદ મંધાનાએ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડની સોફી ડેવિનને પાછળ છોડી દીધી હતી. તે બીજા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયાની બેથ મૂની કરતાં બે રેટિંગ પોઈન્ટ્સ પાછળ છે. મૂનીના નામે 707 રેટિંગ પોઇન્ટ છે જ્યારે તેના દેશની મેગ લેનિંગ 733 રેટિંગ પોઇન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે. ડાબોડી બેટ્સમેન મંધાનાએ વન ડેમાં રેન્કિંગમાં ટોચ પર રહી ચૂકી છે અને તે ટી-20 રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ચૂકી છે.

દરમિયાનમાં ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ બે સ્થાનના સુધારા સાથે છઠ્ઠા ક્રમે આવી ગઈ હતી. તેણે સાઉથ આફ્રિકા સામે 64 બોલમાં 91 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

(10:08 pm IST)