Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

રોહિત પ્રથમ બોલે જ આઉટ થતાં મેચ આપણા હાથમાંથી સરકી ગયોઃ સિરીઝ સરભરઃ સાંજે ત્રીજો ટી-૨૦

મેકકોયની ૬ વિકેટ, કિંગની ફિફટીઃ અંતિમ ઓવરોમાં મેચ રોમાંચક બનેલો : ભારત ૧૩૮/૧૦ વિન્‍ડીઝ ૧૪૧/૫

નવી દિલ્‍હીઃ ભારત અને વેસ્‍ટ ઇન્‍ડિઝ વચ્‍ચેની બીજી મેચમાં કેરેબિયન ટીમે બ્રેન્‍ડન કિંગની ભારત સામે ૫ વિકેટે જીત મેળવી

વેસ્‍ટ ઇન્‍ડિઝના કેપ્‍ટન નિકોલસ પૂરને ટોસ જીતીને ભારતને દાવમાં ઉતારતા આખી ટીમ ૧૩૮ રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી.

મેચના પ્રથમ બોલે જ રોહિત શર્મા શિકાર થયો હતો. વેસ્‍ટ ઇન્‍ડિઝને આસાન લક્ષ્યને પહોંચવા માટે ભારતીય બોલરોએ મુશ્‍કેલ બનાવ્‍યુ હતું. ૧૯.૨ ઓવરમાં કેરેબિયનો જીત હાંસલ કરી શકયા હતા. એક સમયે ટપોટપ વિકેટ ખરવા લાગતા બીજી ભારતીય ટીમ તરફ સરકતી હતી. પરંતુ થોમસે સ્‍થિતી સંભાળી હતી.

ેવેસ્‍ટ ઇન્‍ડિઝે શરૂઆત સારી કરી હતી. કેરેબિયન ઓપનીંગ જોડી બ્રેન્‍ડન કિંગ અને કાયલ મેયર્સે સારી શરૂઆત પોતાની ટીમને કરાવી હતી.  ભારતીય બોલરો આ જોડીને ઝડપથી ઉખેડવા માટે સખત પ્રયાસ  કરવા લાગી હતી. પરંતુ મચક આપી રહ્યા ન હતા. જોકે હાર્દિક પંડયાને ૭મી ઓવરમાં આ સફળતા મળી હતી. ૪૬ રનના સ્‍કોર પર જ વેસ્‍ટ ઇન્‍ડિઝે તેની વિકેટ ગુમાવી દીધી હતી. કિંગે અડધી સદીની ઇનીંગ સાથે ૬૮ રન નોંધાવ્‍યા હતા. તેણે ૫૨ બોલનો સામનો કરીને ૨ છગ્‍ગા અને ૮ ચોગ્‍ગાની મદદથી આ રન નોંધાવ્‍યા હતા. બ્રેન્‍ડન કિંગ જગ્‍યા બનાવી શોટ લગાવવાનો પ્રયાસમાં જ કલીન બોલ્‍ડ થઇ ગયો હતો. આવેશખાને શાનદાર બોલ ડિલિવર કર્યો હતો. નિકોલસ પૂરન ૧૪ રનની ઇંનીગ રમીને વિકેટ ગુમાવી બેઠો હતો. તેનો શિકાર અશ્વિને કર્યો હતો. ૧૦મી ઓવરમાં અશ્વિને નિકોલસ પૂરનની વિકેટ ઝડપી હતી. શિમરોન હેટમાયર ૬ રન નોંધાવીને રવિન્‍દ્ર જાડેજાનો શિકાર થયો હતો. રોવમેન પોવેલે ૫ રન બનાવ્‍યા હતા. તેને અર્શદીપ યોર્કર બોલ વડે કલીન બોલ્‍ડ કરી દીધો હતો. ડેવોન થોમસે બાદમાં સ્‍થિતી સંભાળી હતી. ભારતીય બોલરો વેસ્‍ટ ઇન્‍ડિઝ પર હાવી થઇ રહ્યા હતા. એ દરમ્‍યાન તેણે પોતાની ટીમની બેટીંગ કમાન સંભાળી રાખી હતી. તેણે ૩૧ રનની ઇનિંગ ૧૯ બોલમાં ૧૯ બોલમાં જ રમી હતી. જે અંતમાં રોમાંચક પળોમાં જીત અપાવનારી ઇનિંગ રમી હતી. ઓબેદ મેકકોયે ૬ વિકેટ લીધી હતી.

(11:39 am IST)