Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

સ્પોર્ટસના ફાઉન્ડિંગ ફાધર

વિન્ડીઝ ક્રિકેટના મહાન ક્રિકેટર એવર્ટન વીકસનું નિધન : ક્રિકેટ જગતમાં ઘેરો શોક

ટેસ્ટ ક્રિકેટમાં ૧૫ સદી : ૪૮ ટેસ્ટમાં ૪૪૫૫-રન ખડકી દીધા હતા

નવી દિલ્હી તા. ૨ : ક્રિકેટ સાથે જોડાયેલ ફેન્સ માટે ખરાબ સમાચાર છે. વિન્ડિઝ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એવર્ટન વીકસનું નિધન થયું છે. એવર્ટન વીકસને વિન્ડિઝમાં સ્પોર્ટ્સના ફાઉન્ડિંગ ફાધર તરીકે ઓળખાય છે. એવર્ટન વીકસની ઉંમર ૯૫ વર્ષની હતી. એવર્ટન વીકસના નિધન બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં શોકની લહેર જોવા મળી રહી છે. એવર્ટન વીકસે અંદાજે ૧૦ વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી હતી.એવર્ટન વીકસે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત ૧૯૪૮થી કરી હતી. ૧૯૫૮માં પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીના અંત સુધીમાં તેણે ૪૮ ટેસ્ટ મેચમાં ૫૮.૬૧ની શાનદાર સરેરાશ સાથે ૪૪૫૫ રન બનાવ્યા. ટેસ્ટમાં વીકસેનો હાઈએસ્ટ સ્કોર ૨૦૭ રન છે અને તેણે ટેસ્ટ ક્રિકેટમાં પણ ૧૫ સેન્ચુરી ફટકારી છે. એટલું જ નહીં વીકસના નામે પાંચ સેન્ચુરી કરવાનો રેકોર્ડ પણ નોંધાયેલ છે.

વીકસે પોતાની કારકિર્દીમાં ચોથી ટેસ્ટમાં ૧૪૧ રનની ઇનિંગ રમી. આ ઇનિંગની જોરે વિન્ડિઝે ઇંગ્લેન્ડને ૧૦ વિકેટ હાર આપી હતી. એ જ વર્ષે વિન્ડિઝની ટીમ ઇન્ડિયા પ્રવાસ પર આવી જયાં તેણે ૧૨૮, ૧૯૪, ૧૬૨ અને ૧૦૧ રનની ઇનિંગ રમી હતી. વીકસ સતત છઠ્ઠી સેન્ચુરી લગાવવાના રેકોર્ડ બનાવી શકયા હોત, પરંતુ તે ૯૦ રન બનાવીને આઉટ થઈ ગયા.

વિન્ડિઝ ક્રિકેટે ટ્વીટ કરીને કહ્યું કે, 'અમે અમારો સૌથી મોટો આઇડલ ગુમાવ્યો છે. એક લેજેન્ડ, અમારો હીરો, એવર્ટન વીકસ ચાલ્યા ગયા. વીકસની આત્માને શાંતિ મળે.' વીકસના નિધન પર ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી વીવીએસ લક્ષ્મણે પણ દુખ વ્યકત કર્યું છે. લક્ષ્મણે લખ્યું, 'વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના લેજેન્ડ ચાલ્યા ગયા. સર એવર્ટન વીકસ. તે ક્રિકેટ રમત માટે એક ગિફટની જેમ હતા.'

(12:49 pm IST)