Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

બાંગ્લાદેશની ટીમના સુકાની મુર્તઝાની આલોચના કરતા ડોક્ટરની અંતરિયાળ ગામડામાં બદલી કરાઈ

મુર્તજા ક્રિકેટરની સાથે બાંગ્લાદેશની શાસક પાર્ટી 'અવામી લીગ'ના સાંસદ પણ છે

ઢાકા : રેઝાઉલ કરીમ નામના એક બાંગ્લાદેશી ડૉક્ટરનું કહેવું છે કે, તેમણે એક બાંગ્લાદેશી ક્રિકેટરની નિંદા કરી તેના કારણે સજા રૂપે તેમની બદલી કરી દેવામાં આવી છે. આ ડૉક્ટર ચાઇલ્ડ કેન્સર સ્પેશિયાલિસ્ટ છે. તેમણે પોતાની એક ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, બાંગ્લાદેશ ક્રિકેટા ટીમના કેપ્ટન મશરફે મુર્તજાની નિંદ અકરવાન અકારણે તેમની બદલી કરી નાખવામાં આવી છે

   મુર્તજા એક ક્રિકેટર હોવાની સાથે-સાથે બાંગ્લાદેશની શાસક પાર્ટી 'અવામી લીગ'ના સાંસદ પણ છે

   રેઝાઉલે તેમની પોસ્ટમાં લખ્યું છે કે, મારી બદલી રંગામાટી મેડિકલ કૉલેજમાં કરી દેવામાં આવી છે. અહીં    . રેઝાઉલનું કહેવું છે કે, તેમણે મુર્તજાના વ્યવહારની નિંદા કરતી પોસ્ટ ફેસબુકમાં લખી હતી. રેઝાઉલના કહેવા અનુસાર, તેઓ પણ એ છ ડૉક્ટરોમાં છે, જેમને બાંગ્લાદેશ સ્વાસ્થ્ય મંત્રાલયે નોટિસ મોકલી હતી

 તેમના કહેવા મુજબ, આ બધાજ ડૉક્ટરોએ મુર્તજાના વ્યવહારની નિંદા કરી હતી, માટે તેમને નોટિસ મોકલવામાં આવી છે. ડૉક્ટર રેઝાઉલ ચટગાંવના એક કેન્સર હોસ્પિટલમાં પોસ્ટેડ હતા. પોસ્ટ લખ્યાના બે મહિના બાદ અચાનક જ તેમની બદલી કરી નાખવામાં આવી.

(12:38 pm IST)