Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ભારતીય ટીમની કેપ્ટન તરીકે રાની રામપાલનું પુનરાગમન

નવી દિલ્હીઆવતા મહિને લંડનમાં યોજાનારા વર્લ્ડ કપની પૂર્વતૈયારીના ભાગરૃપે ભારતીય મહિલા હોકી ટીમ સ્પેનનો પ્રવાસ ખેડશે. ભારતીય ટીમની કેપ્ટન તરીકે રાની રામપાલનું પુનરાગમન થયું છેજ્યારે ટીમની વાઈસ કેપ્ટન તરીકે ગોલકિપર સવિતાને પસંદ કરવામાં આવી છે. ભારતીય હોકી ટીમ સ્પેનના પ્રવાસમાં યજમાન ટીમ સામે પાંચ મેચની સિરિઝ રમશેહોકી ઈન્ડિયાએ તેની એક પ્રેસ રિલિઝમાં જણાવ્યું છે કે, ભારત અને સ્પેન વચ્ચેની સિરિઝ આગામી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને મહત્વની છે. ભારતીય ટીમને સ્પેનનો અનુભવ વર્લ્ડ કપમાં કામ લાગશે. જે આવતા મહિને લંડનમાં યોજાવાનો છે. યુવા ગોલકિપર સ્વાતિને પણ સિનિયર મહિલા હોકી ટીમમાં સામેલ કરવામાં આવી છે. રાની રામપાલને તાજેતરમાં રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમા આરામ આપવામાં આવ્યો હતો, જેમાં ભારતે સિલ્વર મેડલ જીત્યો હતો. ડિફેન્ડર તરીકે ભૂતપૂર્વ કેપ્ટન સુશીલ ચાનુની સાથે સવિતા લાકરા, દીપ ગ્રેસ ઈક્કા, સુમનદેવી, દિપીકા કુમારી અને ડ્રેગ ફ્લિકર ગુરજીત કૌરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની વંદના કટારિયાને પ્લેયર ઓફ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવી હતી. ભારતીય હોકી ટીમના ડચ કોચ જોર્ડ મારીનેએ કહ્યું કે, વર્લ્ડ કપ અને એશિયન ગેમ્સ અગાઉ પ્રવાસ ભારતીય મહિલા હોકી ટીમ માટે પ્રવાસ લાભદાયક રહેશે. અમે પ્રવાસમાં ખેલાડીઓમાં ફેરફાર કરતાં રહીશું, જેથી દરેક ખેલાડીને રમવાની અને તેની પ્રતિભા બતાવવાની તક મળશે. મહિલા હોકી ટીમ: ગોલકિપર - સવિતા પુનિયા (વાઈસ કેપ્ટન), સ્વાતિ, ફોરવર્ડ - રાની રામપાલ (કેપ્ટન), વંદના કટારિયા, નવનીત કૌર, લાલ્રેમ્સીએમી, ઉદીતા, અનુપા બારલા, મીડ ફિલ્ડર્સ - મનીતા ટોપ્પો, લિલિમા મિન્ઝ, મોનીકા, નેહા ગોયલ, નવજોત કૌર, નિક્કી પ્રધાન, ડિફેન્ડર્સ - સુનિતા લાકરા, દીપ ગ્રેસ ઈક્કા, સુમન દેવી, દીપિકા કુમારી, ગુરજીત કૌર, સુશીલા ચાનુ.
 

(4:11 pm IST)