Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

જ્વેરેવ અને જોકોવિક જીત મેળવી હવે ચોથા રાઉન્ડમાં

જર્મન સ્ટાર જ્વેરેવ હારતા હારતા બચી ગયો : મહિલાના વર્ગમાં સ્વીટોલિના હારી જતા અપસેટ સર્જાયો

પેરિસ,તા. ૨ : પેરિસમાં રોલેન્ડ ગેરોસ ખાતે રમાઇ રહેલી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. બીજા ક્રમાંકિત જર્મનીની જ્વેરેવ એક મેચ પોઇન્ટ બચાવી લીધા બાદ જોરદાર વાપસી કરીને જીત મેળવી લેવામાં સફળ રહ્યો હતો. જ્વેરેવે બોસ્નિયાના દામિર પર ચાર કલાક સુધી ચાલેલી મેરેથોન મેચમાં ૬-૨, ૩-૬, ૪-૬, ૭-૬ અને ૭-૫થી જીત મેળવી હતી. આની સાથે જ ચોથા રાઉન્ડમાં આગેકુચ કરી ગયો હતો. બીજી બાજુ મહિલા વર્ગમાં ચોથી ક્રમાંકિત ખેલાડી સ્વીટોલિના ઉથલપાથલનો શિકાર થઇ હતી. બીજી બાજુ જોકોવિક પણ ચોથા રાઉન્ડમાં પહોંચી ગયો છે. જોકોવિકે સ્પેનના રોબર્ટો અગુત પર ત્રણ કલાક અને ૪૮ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૬-૪, ૬-૭, ૭-૭ અને ૬-૨થી જીત મેળવી હતી.  ગયા વર્ષે પુરુષોના વર્ગમાં રાફેલ નડાલ અને મહિલાઓના વર્ગમાં જેલેના ઓસ્તાપેન્કો વિજેતા બની હતી. આ વખતે ઇનામી રકમ ૩૯૧૯૭૦૦૦ રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન બનેલી મારીયા શારાપોવા વર્ષ ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમી ન હતી પરંતુ ૨૦૧૭માં રમી હતી અને આ વખતે પણ તે આશાવાદી દેખાઈ રહી છે. આ ઉપરાંત યુવા આશાસ્પદ ખેલાડી સીમોના હેલેપ પણ મેદાનમાં ઉતરી છે. અને તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા કરવામાં આવી રહી છે. સીમોના ૨૦૧૪માં પેરિસમાં રનર્સઅપ રહી હતી. આ વખતે સેરેના વિલિયમ્સ લાંબા સમય બાદ મેદાનમાં પરત ફરી છે. નડાલ સામે જે ખેલાડીઓ પડકાર ફેંકી શકે છે તેમાં ડોમેનિક થીમ, જર્મન સ્ટાર ઝ્વેરેવનો સમાવેશ થાય છે. પૂર્વ વિજેતા જોકોવિક પણ મેદાનમાં છે જે આ વખતે ૨૨માં ક્રમાંકિત ખેલાડી તરીકે છે. ડ્રો ખુબ જ રોમાંચક રહ્યા બાદ ઉત્સુકતા વધી ગઈ છે. બે વખતની વિજેતા અને ગ્લેમર ગર્લ શારાપોવા, અજારેન્કા પણ આશાવાદી દેખાઈ રહી છે. ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં તમામ સ્ટાર ખેલાડી હાલમાં મેદાનમાં છે. સ્પેનની મુગુરુઝાએ ગઇકાલે તેના પ્રથમ રાઉન્ડની મેચ સરળતાથી જીતી લીધી હતી. ૩૬ વર્ષીય સેરેના વિલિયમ પાસેથી આ વખતે પણ જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. સેરેના મહાન ખેલાડી પૈકીની એક તરીકે છે.તમામની નજર રાફેલ નડાલ અને ઘણા સમય પછી ટેનિસ સર્કિટમાં પરત ફરેલી સરેના વિલિયમ્સ ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. ૧૦ વખત ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બની ચુકેલા રાફેલ નડાલને ક્લેકોર્ટના કિંગ તરીકે ગણવામાં આવે છે. વર્ષ ૨૦૧૪ અને વર્ષ ૨૦૧૭માં રનર્સ અપ રહી ચુકેલી હાલેપે ટુર્નામેન્ટમાં પ્રથમ રાઉન્ડની મેચ સરળતાથી જીતી લીધી હતી. રિસ્કે પર પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ૨-૬, ૬-૧ અને ૬-૧થી જીત મેળવી હતી. આ મેચ એક કલાક અને ૩૪ મિનિટ સુધી ચાલી હતી. યુક્રેનની સ્વીટોલિનાએ પણ પોતાની મેચ જીતી લીધી હતી. ચોથી ક્રમાકિત ખેલાડી સ્વીટોલિનાએ બીજા રાઉન્ડની મેચમાં વિક્ટોરિયા કુજમોવા પર ૬-૩, ૬-૪થી જીત મેળવી હતી. આ મેચ એક કલાક અને ૨૧ મિનિટ સુધી ચાલી હતી. વિમ્બલ્ડન ચેમ્પિયન ચેક ગણરાજ્યની પેટ્રા ક્વિટોવાએ ત્રીજા રાઉન્ડમાં આગેકુચ કરી હતી. ફ્રેન્ચ ઓપનમાં આ વખતે જોકોવિકની વધારે ચર્ચા નથી પરંતુ તે મોટા અપસેટ સર્જી શકે છે.

(12:46 pm IST)