Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

ગેઇલે લગાવેલા આરોપો મારા માટે આંચકા સમાન : સરવન

કેરીબીયન પ્રીમીયર લીગમાં જમૈકા ટીમમાંથી બહાર કરવાના નિર્ણયમાં મારી કોઇ જ ભૂમિકા નથી

નવી દિલ્હી :  થોડા દિવસ અગાઉ ક્રિસ ગેઇલે વેસ્ટ ઇન્ડીઝ ટીમના ભૂતપૂર્વ પ્લેયર રામનરેશ સરવન પર પોતાને કેરિબિયન પ્રિમિયર લીગની ટીમમાંથી બહાર કઢાવનાર મુખ્ય કારણ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપને સરવને ખોટા ગણવ્યા છે.

સરવને કહ્યું કે કેરિબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)ની ટીમ જમૈકા તલ્લાકહોમાંથી ગેઇલને બહાર કરવાના નિર્ણયમાં મારી કોઇપણ પ્રકારની સંડોવણી નથી. તેણે લગાવેલા આરોપ ખોટા છે. વિડિયોમાં તેણે મોટા નામવાળા પ્લેયરોને કલંકિત કર્યા છે. હું મોટા ભાગે આક્રમણનું કેન્દ્ર હતો. હું આ આરોપોનો જવાબ આપું છું. એટલા માટે નહીં કે મને લાગે છે કે ગેઇલની રેન્ટિંગ્સ એ લાયક છે, પરંતુ મને લાગે છે કે ઘણા લોકોની કારકિર્દીને સુરક્ષિત રાખવા માટે મારે જાહેરમાં જ જવાબ આપવો જોઇએ. હું સ્પષ્ટ કહું તો મારી કારકિર્દીની શરૂઆતથી જ હું ગેઇલ સાથે રમ્યો છું. મેં હંમેશા તેને અસાધારણ પ્રતિભા, સાથીદાર અને સૌથી અગત્યના તેમ જ નજીકના મિત્ર તરીકે માન આપ્યું છે. તેણે લગાવેલા આરોપ મારા માટે આંચકા સમાન છે.

(2:22 pm IST)